સુરેન્દ્રનગર જિલ્લાના વડોદ ડેમના બે દરવાજા કાલે બે ફૂટ ખોલવામાં આવશે

ત્યારે લીબડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા જન હિતમાં અને સાવચેતીના પગલા ના ભાગરૂપે ડેમના દરવાજા ખોલવાની ઓડિયો ક્લિપ વાયરલ કરી . આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે લીબડી નદીમાં પાણી છોડવામાં આવશે તો કોઈએ નદીમાં જવું નહીં તેમજ કિનારા પાસે રહેવું નહીં તેમજ ખાસ કરીને માલધારીઓએ પોતાના ઢોર લઇને નદીમાં જવું નહીં .ત્યારે આવતી કાલે વડોદ ડેમના બે દરવાજા એક ફૂટ ખુલતા નદીમાં પાણી આવવાનું હોય ત્યારે સાવચેતી ભાગરૂપે લીબડી ડેપ્યુટી કલેકટર દ્વારા ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેમજ આ નદીના કિનારે આવેલ ઉઘલ લીયાદ બોડીયા સૌકા ઉટડી ચોકી જાખણ ચોરણીયા ખંભલાવ, પાણશીણા દેવપરા કાનપરાના તલાટી અને સરપંચોને લેખિત જાણ કરવામાં આવી અને તકેદારી રાખવા સુચના આપવામાં આવી. રિપોર્ટર-મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા