સ્કૂલ ચોરી તથા પ્રોહિબિશનના અલગ-અલગ ત્રણ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીની ધાનપુર પોલીસે જરૂરી વોચ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યું

ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના સંજય દીપ સિંહ ભાઈ બામણીયા ને ધાનપુર પોલીસે જરૂરી વોચ દરમિયાન દુધામલી ચોકડી ઉપર થી ઝડપી પાડી તેને ધોરણ સર હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ની જરૂરી સૂચનાના આધારે ધાનપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એમ પટેલ એ ધાનપુર પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ નું આયોજન કર્યું હતું. તે દરમિયાન ધાનપુર પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અજીત ભાઈ સ ક ન ભાઈ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ સમર સિંહ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ હવ સિંગ ભાઈ સતિષકુમાર ચંદ્રકાંત વગેરે નાસતા ફરતા આરોપીઓ ની વોચ માં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ને મળેલ ખાનગી બાતમીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ના બે ગુનાઓ તથા કુલ ચોરીનો એક મળી કુલ ત્રણ ગુનાઓમાં સંડોવાયેલ અને છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપી ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના સંજય દીપ સિંગ બામણીયા ને જરૂરી વોચ દરમિયાન દુધામલી ચોકડી ઉપર થી ઝડપી પાડયો હતો અને તેને ધોરણસર હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ