ભચાઉ તાલુકાના રાયથરી ગામ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શરેઆમ શિકારથી ગ્રામજનોમાં ભારે રોષ

copy image

copy image

  ભચાઉ તાલુકાના રાયથરી ગામ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ગંભીર ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે  મળતી માહિતી મુજબ બે શખ્સોએ નિર્દયતાથી બે મોરનો શિકાર કર્યો હતો. ઘટના દરમિયાન નજીકમાં હાજર  માલધારીએ સમગ્ર બનાવ જોઈ  રાડા રાડી  કરી હતી.   માલધારીનો અવાજ સાંભળતા જ શિકારીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમ છતાં એક મોરને બાઇકમાં નાખી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.  રાષ્ટ્રીય પક્ષી મોર પણ હવે સુરક્ષિત નથી રહ્યું તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે. ગ્રામજનો દ્વારા શિકારીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિસ્તારમાં પેટ્રાલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.