ઘરેથી નીકળી ગયેલ બેનને અભયમ ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે રાખવામાં આવેલ

થર્ડ કોલર દ્વારા બેનની મદદ માટે ફોન આવેલ તેઓ જણાવે કે એક બેન મળી આવેલ છે તેઓ કોઈ પણ પ્રકારની માહિતી આપતા ન હોય જેથી 181 ટીમને બોલાવેલ
ફરજ પર હાજર કાઉન્સેલર પ્રવિણાબેન,કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન તેમજ પાયલોટ દિનેશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયેલ…
ઘટના સ્થળે પહોંચી કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે બેન ગત રાત્રિના બાયડ થી ભુજ આવી ગયેલ વધુમાં તેઓ જણાવે કે બેનને પતિ દ્વારા હેરાનગતિ હોય અને મારપીટ કરતા હોવાથી બેન ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયેલ તેઓના લગ્ન જીવનના બે વર્ષ થયા હોય તેમજ બેનના માતા-પિતા નથી.બેન ખૂબ જ નાની વયના હોય ત્યારે જ તેઓના માતા- પિતાનું અવસાન થઈ ગયેલ.બેન કહે મેં મારી જાતે ખેતીમાં મજૂરી કરી અને પૈસા માંગીને મોટી થઈ છું બેન ને તેમના માતા પિતાનું નામ પણ ખબર ના હોય અને તેઓ જણાવે કે માસીએ પૈસા લઈને મારા લગ્ન કરાવ્યા હોય બેનના ઘરનો એડ્રેસ જાણવા અને તેમના પતિ નો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ બહેનને કોઈ નો ફોન નંબર યાદ ના હોય બેનના માસીનો પણ રહેઠાણ,નામ ,નંબર જણાવવા કહેલ પરંતુ બેન ને કોઈ જ માહિતી ખબર નહીં હોય તેઓ કહે હું અભણ છો મને કશું જ નથી ખબર અને બેન ઘરે જવા પણ ના કહે મને મારા ઘરે જવું જ નથી જેથી હાલ બેનને આશ્રયની જરૂર જણાય માટે બેનને સુરક્ષિત મહિલા કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવેલ છે…