બોટાદ જિલ્લામાં પાણી પુરવઠા યોજનાના ચાલતા કામોની મૂલાકાત લેતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

  મંત્રીશ્રીએ રાણપુર તેમજ ઉમરાળા ગામ ખાતે ચાલતા કામોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા.રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોટાદ જિલ્લાના રાણપુર તેમજ ઉમરાળા ખાતે ચાલતાં પાણી પુરવઠા યોજના હેઠળ કામોની મૂલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતુ. મંત્રીશ્રીએ રાણપુર અને ઉમરાળા ગામના સરપંચશ્રી તેમજ પુરવઠા વિભાગના અધિકારી તથા એન્જિનિયરશ્રીઓ સાથે સ્થળ ઉપર જઈ જાત નિરીક્ષણ કરી કામોની પુરી વિગત મેળવી હતી. મંત્રીશ્રીએ આ તકે પાણી પુરવઠાને લગતા કામો સારી રીતે ઝડપથી પૂર્ણ થાય તે જોવા જણાવ્યુ હતુ. મંત્રીશ્રીની આ મુલાકાત સમયે કાર્યપાલક ઈજનેરશ્રી ડી.એમ.સિંઘલ  સહિતના અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રી તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ બાય : લાલજી બોટાદ