ચમારડી ગામે ખેડૂત ઉપર વીજળી ત્રાટકતા મોત નીપજ્યું

ચુડા તાલુકાના ચમારડી ગામના ખેડૂત હરજી ભાઈ નાનુ ભાઈ વાટુકીયા ઉપર વિજળી પડતાં મોત નિપજ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચમારડી ગામ ખાતે હરજીભાઈ નાનુભાઈ વાટુકિયા પોતે ખેડૂત હોય અને પોતાના ખેતરે ખેતીકામ કરતા હોય સાંજના સમયે પવન વરસાદ સાથે વીજળીના કડાકા થતા હોય અને હરજી ભાઈ નાનૂજીભાઈ ઉપર વિજળી પડતાં મોત થયું હતું અને તેમના પરિવાર ઉપર એક મોટી કુદરતી આફત પડી હતી ત્યારે હરજી ભાઈ નાનુ ભાઈ ના મોટા ભાઈ ધરમશી ભાઈ નાનુ ભાઈ એ સરકાર શ્રી મિડિયા ના માધ્યમથી રજૂઆત કરી હતી કે હરજીભાઈ નો પરિવાર ખૂબ જ દુખ હોય અને સરકાર દ્વારા જો એમને કોઈ સહાય ચુકવવામાં આવે તો સારું ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હવે આ ચમારડી ગામના ધરતીપુત્ર ઉપર આ કુદરતી આફત આવી પડી છે ત્યારે શું સરકાર દ્વારા કોઇ સહાય કરવા મા આવશે કે નહીં. રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696