તળાજા રોડ ખોડીયારનાગર માંથી જાહેર જ્ગ્યામા તિન પત્તીનો હારજીત નો જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડા રૂ ૧૦,૫૦૦/- ના ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરતનગર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એમ.એચ.યાદવ ની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો.ઈરફાનભાઈ તથા પો.કો.ભીખુભાઇ નાઓ ને સંયુકત બાતમી આધારે જે દરમ્યાન આજરોજ તળાજા રોડ ખોડિયારનગર મા ખુલ્લી જાહેર જ્ગ્યામા તીન પત્તી હાર જીત નો જુગાર રમતા ત્રણ ઇસમો મળી આવેલ છે જે નીચે મુજબ છે. (૧) પ્રદીપભાઈ ભરતભાઈ ડાભી ઉ.વ-૨૯ રહે-તળાજા રોડ લીલાનેનો પાસે ખોડીયારનગર જીવણભાઇ ની દુકાન વાળી ગલી મુ.આનંદનગર જલારામ સોસા.બ્લોક નં-૧૮ રૂમ નં-૨૦૫ ભાવનગર (૨) દીપકભાઈ બાબુભાઇ ચૌહાણ ઉ.વ-૨૯ રહે-કુંભરવાડા બાનુબેન ની વાડી સિકોતર માં ના મંદિર ની સામે શેરી નં-૭ભાવનગર (૩)ભુપેન્દ્રભાઈ મનીષભાઈ ગોહિલ ઉ.વ-૧૯ રહે-સરદારનગર ૫૦ વારિયા લંબે હનુમાનવાળા ખાચા માં મસ્જિદ ની પાછળ હાજીદાદા ની દુકાન સામે ભાવનગર વાળાઓને *રૂ.૧૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પો.સ્ટેના ઇન્ચાર્જ પો.ઇન્સ એમ.એચ.યાદવ સાહેબ ની સૂચનાથી એ.એસ.આઈ.હિરણભાઇ બાલુભાઈ બારોટ તથા પો.કો.ભીખુભાઇ બી.બુકેરા તથા પો.કો.ઈરફાનભાઈ એસ.આગવાન તથા પો.કો.રાહુલભાઈ કે.કંટારીયા તથા પો.કો.અશોકભાઇ એચ.મકવાણા તથા પો.કો.મુકેશભાઈ બી.મહેતા એ રિતેના સર્વેલ્ન્સ સ્ટાફ કર્મેચારીઓ જોડાયા હતા. રિપોર્ટર: એજાજ શેખ ભાવનગર.