દિલ્હીનાં સ્પેશીયલ સેલનાં ગુનામાં નાસતા ફરતા જીતુ ઉર્ફે ગોગી ગેંગનાં શાર્પ શુટરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

મળતી માહિતી મુજબ / બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, ભુજ તથા
પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબનાઓ તરફથી નાસતા
ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવતા એલ.સી.બી.ની ટીમ
નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તેમજ સ્પેશીયલ સેલ દિલ્હીનાં પોલીસ અધિકારી/કર્મચારીઓ પણ તપાસમાં અત્રે આવેલ હોય એલ.સી.બી. તથા સ્પેશીયલ સેલ દિલ્હીનાં અધિકારી/કર્મચારીઓની ટીમ બનાવી ગોલ્ડન પાર્કની પાછળના ભાગે આવેલ નિર્મલનગર સોસાયટીમાંથી સર્ચ ઓપરેશન કરી નીચે જણાવ્યા મુજબનાં નાસતા ફરતા શાર્પશુટરને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે સ્પેશીયલ સેલ દિલ્હીને સોંપવામાં આવેલ છે.