ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા-૨૦૨૧

કચ્છમાં ૧૦મી અને ૧૧મી જુને ૩૨૯ ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાશે.હાલ ગુજરાત રાજય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ, ગુજરાત રાજય દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની પ્રક્રિયા ચાલુ છે. જે અન્વયે કચ્છમાં ૩૨૯ ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને આ ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ૧૦મી અને ૧૧મી જુનના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ ખાતે કરવાનું શરૂ કરાયું છે.