કોરોના કોવીદ-૧૯ નું સંક્રમણ અટકાવવા જનજાગૃત્તિ અભિયાન ચલાવી ૨૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરતી બોટાદ જિલ્લા પોલીસ

૨૦૨૧ ના વર્ષના એપ્રિલ અને મે માસમાં સમગ્ર રાજ્ય અને દેશમાં આવેલ કોરોના વાયરસ કોવીદ-૧૯ ની બીજી લહેર સમયે અત્રેના બોટાદ જિલ્લામાં પણ કોરોના કોવીદ-૧૯ ના કેસોનું પ્રમાણ વધુ જોવા મળેલ હતું. આ સમય દરમિયાન જિલ્લામાં કોરોના સંક્રમણને વધતુ અટકાવવા સારૂ સરકારશ્રી દ્રારા પ્રકાશીત કરવામાં આવતી માર્ગદર્શિકાએા અને જાહેરનામાએાની કડકાઈ પૂર્વક અમલવારી કરાવવા જિલ્લા પોલીસે મહત્વની ભૂમિકા ભજવેલ છે તેમજ કોરોનાની દરેક લહેર સમયે બોટાદ જિલ્લા પોલીસ દ્રારા કોરોના સંક્રમણ અટકાવવા કડકાઈપૂર્વક કામગીરી ની સાથોસાથ અલગ-અલગ જનજાગૃત્તિ અભિયાન ચલાવી લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરેલ છે.
ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ નાએાના તાજેતરમાં તા.૦૯/૦૬/૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક:- વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B મુજબ તા.૧૧/૦૬/૨૦૨૧ ના ક: ૦૬/૦૦ વાગ્યાથી લોકોનું જનજીવન રાબેતા મુજબ શરૂ થાય તે હેતુથી સરકારશ્રી દ્રારા કેટલીક બાબતોમાં નિયંત્રણો હળવા કર્યા છે. હળવા કરવામાં આવેલ નિયંત્રણોની સાથોસાથ લોકો સરકારશ્રી દ્રારા જાહેર કરવામાં આવેલ નવી માર્ગદર્શિકાએાનું પાલન કરે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે બોટાદ જિલ્લા પોલીસ તમામ પ્રયાસો કરવા કટિબધ્ધ છે.
આજરોજ તા.૧૦/૦૬/૨૦૨૧ના રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્રારા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર સ્થળો પર લોકો સરકારની નવી માર્ગદર્શિકાએાથી વાકેફ થાય તેમજ માસ્ક પહેરવા પ્રેરિત થાય તે માટે કોમ્યુનીટી પોલીસીંગ થકી બોટાદ જિલ્લા પોલીસ દ્રારા લોકોમાં માસ્ક વિતરણનું અભિયાન ચલાવવામાં આવેલ. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના જાહેર સ્થળો પર પોલીસ અને અન્ય સીનીયર અધિકારીએાની હાજરીમાં લોકોમાં અંદાજે ૨૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ તથા પબ્લીક એડ્રેસીંગ સીસ્ટમની મદદથી લોકોને સરકારશ્રી દ્રારા પ્રકાશીત નવી માર્ગદર્શિકાએાથી વાકેફ કરવા પબ્લીક એડ્રેસીંગ સીસ્ટમની મદદથી તથા જિલ્લા પોલીસ દ્રારા બનાવવામાં આવેલ કોરોના જનજાગૃત્તિ રથને જિલ્લાના રાજમાર્ગો પર ફેરવી લોકોને માસ્ક પહેરવા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવા તથા રસીકરણ બાબતે (વેક્સીન લેવા) જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આમ બોટાદ જિલ્લા પોલીસ જિલ્લાની જનતામાં કોરોના વાયરસ કોવીદ-૧૯ના વધતા સંક્રમણને અટકાવવા સરકારના જાહેરનામાએા અને માર્ગદર્શીકાએાનું ચુસ્તપણે અમલકરાવવા અને લોકો કોરોના સામે જાગૃત કરવા સારૂ કટિબધ્ધતા દર્શાવી લોકોને સરકારશ્રીના તમામ જાહેરનામાએા અને માર્ગદર્શીકાએાનું પાલન કરવા અપીલ કરે છે. રિપોર્ટ બાય : લાલજી બોટાદ