બોટાદ જિલ્લામાં ડિજીટલ માધ્યમથી ઈ-ભરતી મેળો યોજાશે
બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૧૬/૦૬/૨૦૨૧ (બુધવાર)ના રોજ ૧૮ થી ૩૮ વર્ષની વયમર્યાદા અને ધોરણ-૧૦ પાસની લાયકાત અથવા આઈ.ટી.આઈ પાસની લાયકાત ધરાવનાર ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે હેલ્પરની જગ્યા માટે કેરીયર બ્રીઝ સ્કીલ સોલ્યુસન્સ નાં કરાર પર અમદાવાદ જિલ્લા ખાતેનાં ઈન્ટાસ ફાર્માસ્યુટીક્લસ એકમ માટે ડિજીટલ માધ્યમથી રોજગાર ભરતીમેળો યોજાશે. ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૮૪૯ ૨૭૧૩૧૫ સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૧૬/૦૬/૨૦૨૧ સવારના ૧૦:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટ બાય : લાલજી બોટાદ