ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ/જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યના બાતમીરાહે હકિકત મળેલ કે, ભીમજીભાઇ બાવભાઇ જાદવ રહે.દેવળીયા ગામ, તા.મહુવા વાળાની વાડી પાસે જાહેર જગ્યામાં લેમ્પના અંજવાળે ગે.કા. રીતે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ - ૫ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) સવજીભાઇ અરજણભાઇ જાદવ ઉ.વ.૪૧ રહે.દેવળીયા ગામ, તા.મહુવા (૨) ગૌત્તમભાઇ ખીમજીભાઇ જાદવ ઉ.વ.૨૦ રહે.દેવળીયા ગામ, તા.મહુવા (૩) વિનુભાઇ પુનાભાઇ જાદવ ઉ.વ.૩૫ રહે.દેવળીયા ગામ, તા.મહુવા (૪) નમનભાઇ દેવાયતભાઇ મેર ઉ.વ.૨૭ રહે.દેવળીયા ગામ, તા.મહુવા (૫) ભુપતભાઇ ગોવિંદભાઇ શિયાળ ઉ.વ.૪૨ રહે.ખરેડ ગામ, તા.મહુવા વાળાઓ ભીમજીભાઇ બાવભાઇ જાદવ રહે. દેવળીયા ગામ, તા.મહુવા વાળાની વાડી પાસે જાહેર જગ્યામાં લેમ્પના અંજવાળે ગે.કા. રીતે ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન પાંચેય ઇસમો ગંજી પત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ રૂ.૧૬,૮૪૦/- સાથે પકડાઇ જઇ સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી અન્વયે મે.જી.મેજી.સા. ભાવનગર ક્રમાંક નં:ડી.એમ-૧/કોરોના વાઇરસ/જા.ના/૦૨-૦૬/૨૦૨૧ તા.૦૩/૦૬/૨૦૨૧ ના જાહેરનામાનો ભંગ કરી આઇ.પી.સી. કલમ.૨૬૯ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ.૫૧(બી) તથા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય જેથી તમામ વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી. એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. એન.વી.બારૈયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર