જિલ્લા કક્ષાએ રોજગાર અને કારકિર્દી લક્ષી માહિતી તેમજ માર્ગદર્શન માટે શુભારંભ થયેલ કોલ સેન્ટર

બોટાદ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી યુવાનોને રોજગાર અને કારકિર્દી લક્ષી માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવા હેતુસર માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જિલ્લા રોજગાર વિનિમય કચરી, બોટાદ ખાતે કોલ સેન્ટરનો શુભારંભ થયેલ છે.  કોલ સેન્ટર હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પરથી કચેરી સમય દરમિયાન રોજગાર કચેરીની વિવિધ સેવાઓ સબંધિત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. 
 આ કોલ સેન્ટર સેવાઓનો જિલ્લાના મહત્તમ રોજગાર ઇચ્છુંક યુવાનો ભાગ લઈ શકે તેવા હેતુસર આગામી તા.૧૫/૦૬/૨૦૨૧નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ વેબિનાર કાર્યક્રમમાં ગુગલ મીટએપ્લીકેશનનાં માધ્યમથી આસ્ક ટુ જોઇન પર ક્લિક કરવાથી લાઈવ વેબિનારમાં જોડાઈ શકશો. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચરી, બોટાદનો સંપર્ક કરવા જણાવવામાં  આવે છે.  રિપોર્ટ બાય : લાલજી બોટાદ