દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવ વધારા સામે અનોખો વિરોધ દર્શાવાયો બળદગાડામાં બેસીને વિરોધ વ્યક્ત કર્યો

દેશમાં એક તરફ સમગ્ર દેશમાં એક તરફ કોરોના ના કાળા કહેરે શારીરિક અને આર્થિક રીતે સૌને તોડી નાખ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધી રહેલા ભાવોને અંકુશમાં લાવવા મા નિષ્ફળતાને કારણે વધેલી કારમી કમરતોડ મોંઘવારી માં તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી જતા તે ભાવ વધારાના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદ ગાડા સાથે શહેરના રાજમાર્ગો પર મોંઘો ગેસ મોઘું તેલ બંધ કરો આ લૂંટ નો ખેલ તેમજ વધેલા ભાવના પોસ્ટર સાથે ભાજપ હાય…… હાય….. ના સૂત્રોચ્ચાર સાથે ફરી ભાવ વધારાનો વિરોધ કરી દેખાવો યોજયા હતા છેલ્લા દોઢ વર્ષથી કાળમુખા કોરોના એ કાળો કેર વર્તાવતા ઘરે-ઘરે કોરોના ના દર્દીઓ ના ખાટલા જોવા મળ્યા અને શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ની અછત સર્જાઈ મોતનો આંકડો પણ વધુ હોવાના કારણે અનેક પરિવારોના માળો વિખરાઈ ગયા કોઈ નો ઘરનો લાલ તો કોઈના ઘરનો કમાનાર કોરોના મોતને ભેટ્યો હતો ઘરે-ઘરે મોતનો માતમ જોવા મળ્યો કોરોના એ સૌને આર્થિક રીતે તોડી નાખ્યા આવા કપરા સમયમાં પડતા પર પાટુ ની જેમ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધતા ભાવોને અંકુશમાં લેવા માં થયેલી નિષ્ફળતાને કારણે ખાદ્ય ચીજો ગેસ પેટ્રોલ ડીઝલ અનાજ કઠોળ દાળ તેલ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાનને આંબી જતા મધ્યમ વર્ગના લોકોને બે ટંકનો રોટલો કાઢવો મુશ્કેલ બન્યો છે ક્યારે ગરીબોની સ્થિતિ ની કલ્પના જ શું કરવી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કાળઝાળ મોંઘવારીમાં ભાવો પર અંકુશ લાવવાના મુદ્દે હાથ ઉચા કરી દેતાં જનતા ની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે ગૃહના રસોડા નું બજેટ પણ તૂટ્યું છે તેવા સમયે જનતા વહારે આવે કોંગ્રેસ ભાવ વધારાના વિરોધમાં સડકો પર આવી વિરોધ પ્રદર્શન કરી રહી છે તેના પગલે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર વચ્ચે બળદગાડા સાથે એક રેલી યોજી ભાવવધારા સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આ રેલીમાં દાહોદ ના ધારાસભ્ય વજુભાઈ પણદા ગરબાડા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દાહોદના માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ તેમજ કોંગ્રેસના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો .રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ