દાહોદ માં એક મકાનમાં ઓચિંતો છાપો મારતા 20 કિલો જેટલું માસ પકડી પાડી ઘરધણી ની ધરપકડ કરવામાં આવી

  દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગૌરક્ષકો તેમજ શહેર પોલીસની આટલી સતર્કતા છતાં ગાયોની કતલ કરી ગૌમાંસનો વેપલો કરનારા તત્વો બેખોફ વેપલો કરી રહ્યા છે તે વેપલા પર અંકુશ લાવવા ની તાતી જરૂર છે તેવા સમયે બે દિવસ અગાઉ દાહોદ ગૌરક્ષકો દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે દાહોદ કસ્બામાં એક મકાનમાં ઓચિંતો છાપો મારી 20 કિલો જેટલું માસ પકડી પાડી ઘરધણી ની ધરપકડ કરી માસ નું સેમ્પલ લઇ સુરત એસ એલ માં પરીક્ષણ માટે મોકલી આપતા તેના રિપોર્ટમાં સદર માંસ ગૌમાંસ કુવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યાનું જાણવા મળ્યું છે દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ગત તારીખ 8/6/2021 ના રોજ સાંજના સમયે એક મકાનમાં ગાયોની કતલ કરવામાં આવી હોવાની ગુપ્ત બાતમી દાહોદ ગૌ રક્ષક દળની ટીમને મળી હતી જેથી ગૌરક્ષક દળ ની ટીમે આ અંગેની જાણ દાહોદ ટાઉન પી.આઇ વસંતભાઇ પટેલ ને કરતા એક ક્ષણનો વિલંબ કર્યા વગર દાહોદ ટાઉન પી.આઇ વીપી પટેલ એ તેમના સ્ટાફ ના પોલીસ કર્મીઓ જયદીપભાઇ બારીયા દીપકભાઈ કટારા જીતુભાઈ વણઝારા જેન્તીભાઈ વગેરે ને સાથે લઈ દાહોદ કસ્બામાં બાતમી વાળા મકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો પોલીસનો છાપો જોઈ પોલીસનો ઓચિંતો છાપો જોઈ ઘરધણી સમીર શબ્બીર શેખે ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેને ઝડપી પાડયો હતો અને તેના ઘરમાં જે પોલીસે તલાશી દરમિયાન ૨૦ કિલોગ્રામ માંસ તથા ગાયની કતલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઓજારો ઝડપી પાડી કબજે લીધા હતા આ સમયે પોલીસે પશુ ડોક્ટર ને ઘટનાસ્થળે બોલાવી પકડાયેલા માં સ ના જથ્થામાંથી સેમ્પલો લેવડાવ્યા હતા અને તે સેમ્પલો પરીક્ષણ માટે સુરત એફ.એસ.એલ માં મોકલી આપ્યા હતા જેનો ગતરાતે રિપોર્ટ આવી જતા રિપોર્ટમાં સદર માંસ ગૌમાંસ હોવાનું ફલિત થતાં દાહોદ ટાઉન પોલીસે આ સંબંધે દાહોદ કસ્બાના કસાઈ સમીર સબીર શેખ વિરુદ્ધ ગૌ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.