ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા, એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી.આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર અલંગ તથા અલંગ મરીન પો.સ્ટે. વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એ.એસ.આઇ પી.આર.સરવૈયા તથા પો.કોન્સ અરવિંદભાઇ બારૈયાને સંયુકત રાહે મળેલ બાતમી આધારે રંગોલી ટ્રાન્સપોર્ટની ઓફીસની પાછળ મણાર ગામની ગોચર મેદાનની ખુલ્લી જગ્યામાં રેઇડ કરતાં સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી ભેગા થઇ, હાલની કોવિડ-૧૯ વૈશ્વિક મહા મારી અન્વયે જાહેરનામાનો ભંગ કરી, જાહેર માં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૧૧,૬૩૦/-નાં મુદ્દામાલ મળી આવેલ.ભગવાનભાઇ ડાભી ઉવ-૪૫ રહે.પીળી ગઢડી વિસ્તાર,સોસીયા ગામ, તા.તળાજા ,મયલેશભાઇ ઉર્ફે મયાભાઇ ઓધડભાઇ પરમાર ઉ.વ.૫૨ રહે.કુંભાર શેરી સાણોદર તા-ઘોઘા જી-ભાવનગર, મેરાભાઇ બિજલભાઇ સાટીયા ઉ.વ.૪૮ રહે.વરતેજ ગામ, તા.જી-ભાવનગર, અરવિંદભાઇ મગનભાઇ વાધેલા ઉ.વ.૩૨ રહે.જીન વિસ્તાર તણસા ગામ, તા.ઘોઘા જી-ભાવનગર, આ સમગ્ર કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરાસાહેબ તથા એન.જી. જાડેજા, એ.પી.જાડેજા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ પી.આર. સરવૈયા તથા પો.કોન્સ અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં. રિપોર્ટ બાય: એજાજ શેખ ભાવનગર