ચોમાસા પહેલા જખૌ પંચાયત દ્વારા પાણીના નિકાલ,તળાવો અને કૂવાઓ ની સફાઈ વગેરે જેવા વિકાસ કામો કરવામાં આવ્યા

અબડાસા તાલુકાના જખૌ ગામમા ચોમાસાની ઋતુ આવે તે પહેલાં પાણીની આવની સફાઈ કરવામાં આવી, જેથી વરસાદ સમયે પાણીનું જરૂરી નિકાલ થઈ જાય અને લોકોના ઘરોની અંદર વરસાદનું પાણી આવે નહિ, તેમજ વરસાદી પાણી તળાવોમાં સંગ્રહ થઈ જાય જેથી ભવિષ્યમાં પણ પાણીની અછત થાય નહિ. તળાવોની સાફ-સફાઈ પણ ગ્રામ પંચાયત મારફતે કરવામાં આવી, તેમજ જર્જરિત હાલત થઈ ચૂકેલા કુવાઓનું સમારકામ કરવમાં આવ્યો. ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા તમામ કામો સરકારની સહાયમાંથી કરવામાં આવ્યા છે, તેમજ સરપંચના પતિ અને પંચાયતના અમુક સદસ્યો દ્વારા તમામ કામો પર નજર રાખવામાં પણ આવી રહી છે, જેથી ભૂતકાળ માં થઇ ચુકેલી ગેરરીતિઓ ભવિષ્યમાં થઇ શકે નહીં. હાલના સરપંચ દ્વારા જખૌ ગામમાં સરકારી સહાયમાંથી ઘણા વિકાસ કામો કરવામાં આવ્યા છે, જેથી જખૌના વિકાસમાં તેમનું મહત્ત્વનું ફાળો હમેશાં સ્થાનિકે રહેશે. રિપોર્ટ બાય : ઇકબાલ રાઠોડ જખૌ.