ગૌચર જમીન બચાવવી છે તો તેના પરના દબાણો દૂર કરો

ગૌચર જમીન ખાલી થશે ? કે નહીં. જાગૃત નાગરીક છેલ્લા ઘણા વર્ષોથી ગૌચર જમીન માટે અરજીઓ કરતો આવે છે. શું આ અરજીઓ પર પૂરતું ધ્યાન આપીને તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ? અધિકારીઓને પૂછતા એક જ જવાબ કે કાર્યવાહી ચાલુ છે. અથવા એવા પણ જવાબો આપવામાં આવે છે કે અમો આના પર કાયદેસર કાર્યવાહી કરવા વિચારી રહ્યા છીએ. શું આ કોઈ સાઠગાઠ છે ? ભુજના આજુબાજુના તળાવોની પાસે ઘણા મોટા દબાણો કરવામાં આવે છે. આના કોની મીઠી નજર હોઈ શકે. આના પર જો કાર્યવાહી કરવા કોઈ ઉપર થી ઉચ્ચ અધિકારી નીમવામાં આવે તો ગૌચર જમીનને બચાવી શકાય. ઘણી અરજીઓ કર્યા બાદ એવું લાગે છે કે અરજીઓ લાગે છે,વાગે છે, પરંતુ છુસ થઈ જાય છે એવું કેમ ?