દાહોદ શહેરના કુંજડા વાળનું ગોર નિદ્રા સૂતેલું તંત્ર આખરે અમારા અહેવાલ બાદ જાગ્યું


દાહોદ શહેરના વોર્ડ નંબર સાત માં આવેલ કુંજડા વાળમાં છેલ્લા કેટલાય સમયથી એક હેન્ડપંપ બગડેલ હોવા છતાં અને હેન્ડપંપ આગળ કચરાના ઢગ જામેલા હોવા છતાં પાલિકા ના સંલગ્ન વિભાગ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો સચિત્ર અહેવાલ કચ્છ કેરમા આવતા તે અખબારી અહેવાલોના પગલે તે વિસ્તારની મહિલા કાઉન્સિલર એ અંગત રસ દાખવી ગણતરીના દિવસોમાં હેન્ડ પંપ રીપેર કરાવી હેન્ડ પંપની આસપાસ ના કચરાના ઢગ સાફ કરાવતા તે વિસ્તારની જનતામાં ખુશી છવાઈ જવા પામી છે. છેલ્લા કેટલાય સમયથી વોર્ડ નંબર સાતમાં આવેલ કુંજડા વાડ વિસ્તારમા આકરા ઉનાળામાં એક હેન્ડ પંપ બંધ હાલતમાં પાલિકાના સંલગ્ન વિભાગના આળસુ પણની ચાડી ખાતો જોવા મળી રહ્યો હતો. આ હેન્ડ પંપ ચાલુ કરાવવા તે વિસ્તારની જનતા એ અવાર નવાર મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું આ હેન્ડ પંપની આસપાસ સફાઈના અભાવે ગંદકીના ઢગ જોવા મળતા હતા. આ સંદર્ભે કચ્છ કેરમાં સચિત્ર અહેવાલ આવતા તે અહેવાલના પગલે નગરપાલિકાનું સંલગ્ન તંત્ર દોડતું થાય તે પહેલા જ એવોર્ડમાં નવા ચૂંટાયેલા મહિલા સદસ્ય અને પાલિકાના દંડક શ્રદ્ધાબેન ભડ અંગતે વિસ્તારની જનતાને મદદે દોડી આવ્યા હતા. અને આ મામલે અંગત રસ લઈ બંધ પડેલો તે હેન્ડ પંપ ગણતરીના દિવસોમાં રીપેર કરાવી હેન્ડ પંપ ચાલુ કરાવી હેન્ડ પંપની આસપાસની જગ્યામાં સફાઈ કરાવતા તે વિસ્તારની જનતામાં ખુશી છવાઈ જવા પામી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.