ગેરકાયદેસર રીતે દેશી બંદુક રાખનાર કુનરીયા ગામના એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ


જે.આર.મોથાલીયા , પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ નાઓએ આપેલ સુચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, મયુર પાટીલએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખનાર ઇસમો વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. ના પો.હેડ કોન્સ. ચેતનસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર જખુભાઇ બુઢાભાઇ કોલી, ઉવ. ૫૦, રહે. ગામ. કુનરીયા, તા.ભુજ-કચ્છ વાળાને તેની પાસે રહેલ ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક જેની કિ.રૂ.૨૦૦૦/- સાથે પાકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.