કંડલા ફ્રી ટ્રેડઝોનમાં ધાડની કોશીશના વણશોધાયેલા ઘુનાનો ભેદ ઉકેલા પાંચ આરોપીઓને પકડી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા બોર્ડર રેન્જ-ભુજનાઓ તથા મયુર પાટીલ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ-ગાંધીધામનાઓ તરફથી મિલકત તથા શરીર સંબંધી ગુના કામે આરોપીઓને ત્વરીત પકડી પાડવા અંગેની સુચનાઓ મળેલ હોય જે અન્વયે ડી.એસ.વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારના ઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફને ખાનગી બાતમીદારો મારફ્તે બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં ૧૧૩૫/ર૦ર૧ ઇ.પી.કો. કલમ ૩૩૨ ૩૯૭ ૩૯૮ ૫૧૧ ૪૫૨ ૩૩૭ ૪૨૭ તથા જી પી એક્ટ ૧૩૫ તથા પબ્લીક પ્રોપર્ટી એક્ટ કલમ ૩-૭ મુજબના ગુના કામેના પાંચ આરોપીઓ ઝોન પાછળ કિડાણા જતા રોડ ઉપર જઇ રહ્યા છે. જે હકીકત આધારે તેઓને કોર્ડન કરી પકડી તેઓ ગુનાની કબુલાત કરતા આરોપીઓને ગુના કામે રાઉન્ડઅપ કરી પાંચેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ગુના કામે અટક કરવાની કામગારી હાથ ધરેલ છે. રિપોર્ટ બાય : નિર્મલ સિંહ