ભુજ એ ડીવીઝન પોલીસે વરલી મટકાના જુગાર નો કેસ શોધી કાઢ્યો

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા , સહકારી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ નાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનવયે ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના કર્મચારીઓએ પ્રયત્નશીલ હતા.
એલસીબીના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, ખાસરા ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની સિમેન્ટની પીચ ઉપર જાહેરમાં ઈસ્માઈલ ઉર્ફે સદામ ઈકબાલ સુમરા જાહેરમાં લોકો પાસે ફ્રી રૂપિયા લઇ વરલી-મટકાનો આંખ ફરક નો જુગાર રમી રમાડે છે, જેથી વર્કઆઉટ કરી હકીકત વાડી જગ્યાએ રેડ કરતા ઈસ્માઈલ ઉર્ફે સદામ ઈકબાલ સુમરા ઉ.વ. ૨૯ રહે. આશાબાપીરના અખાડા ની બાજુમાં, ગાંધીનગરી, એરપોર્ટ રોડ, વાળો કલ્યાણ બજાર નો વરલી મટકાના આંક ફરક ના આંકડાનો જુગાર રમી રમાડતા મળી આવતા તેના કબજામાંથી રોકડા રૂપિયા ૩,૩૬૦/- તથા આંકડાનો સાહિત્ય બુક, બોલપેન તથા મોબાઇલ ફોન નંગ બે કિંમત રૂપિયા ૩૦૦૦/- મુદ્દામાલ સાથે આરોપી પકડાઇ જતા સદરહુ આરોપીને પૂછપરછ કરતા આંકડા નું કટીંગ કેમ સંજોગ નગર ખાતે રહેતો જાકિર ઉર્ફે ટીચા ને આપતા હોવાની કબૂલાત કરતાં બંને આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર મારા હેઠળ ફરિયાદ દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.