દેવગઢબારિયા પોલીસ કર્મીઓની વોચ દરમ્યાન રૂપિયા ૨.૧૨ લાખ કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે ફોરવ્હીલગાડી એમ કુલ 5,12,160 મુદામાલ કબ્જે કર્યું

મળેલ બાતમીના આધારે દેવગઢબારિયા ના સિનિયર પીએસઆઇ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની સાથે રાખી બગવાડા ટોલનાકા પર ગોઠવેલ વ્યૂહાત્મક વોચ દરમ્યાન રૂપિયા ૨.૧૨ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ના જથ્થા સાથે શેવરોલેટ ટવેરા ફોરવીલ ગાડી ઝડપી પાડી બે મોબાઇલ ફોન ફોરવીલ ગાડી મળી રૂપિયા 5,12,160 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બેની અટક કરી સદર દારૂ ક્યાંથી લાવ્યા તે અંગેની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને જે પંચાલને દાહોદ તરફથી એક ચેવરોલેટ ટાવેરા ફોરવીલ ગાડી માં ચાલક સહિત બે જણા ભારતીય બનાવટના વિદેશી દારૂ નો માતબર જથ્થો ભરી લઇ વડોદરા તરફ જઈ રહેલ હોવાની પ્રોહી અંગેની બાતમી મળતા સિનિયર પીએસઆઇ એન જે પંચાલ પોતાના સ્ટાફના સુનંદા પોલીસ કર્મીઓ ને સાથે રાખી ભથવાડા ટોલનાકા પાસે સવારના સમયે વ્યૂહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોઈ રહ્યા હતા તે દરમિયાન બાતમી માં દર્શાવેલ એમપી 0 9 બીડી 6005 નંબરની ચેવરોલેટ ટાવેરા ગાડી દૂરથી નજરે પડતા વોચ માં ઉભેલ પોલીસ સાબદી બની હતી અને ટાવેરા ગાડી જેવી નજીક આવી કે તરત જ પોલીસે ચારે બાજુથી ઘેરી લઇ ગાડી ઉભી રાખવા ડ્રાઈવરને મજબૂર કરતા ડ્રાઈવર ગાડી ઊભી રાખી હતી ગાડીમાં નજર કરતાં જ વિદેશી દારૂનો જથ્થો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોલીસે ગાડીની તલાશી લઈ ગાડીની વચ્ચેના ભાગે સીટ નીચેથી તેમજ પાછળના ભાગેથી રૂપિયા 2 12 160 નિકુલ કિંમત ના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૧૨૪૮ ભરેલ પેટીઓ નંગ 26 પકડી પાડી કબજે લઇ ગાડીના ચાલક મધ્યપ્રદેશના ધાર નગરના સંજય કોલોનીમાં રહેતા20 વર્ષીય લાખન અભયસિંહ ખ રા ડે તથા વડોદરા એલેમ્બિક રોડ ગોરવા ખાતે રહેતા આનંદ રામચંદ્ર ધન આવડે એમ બંને ની અટક કરી બંને પાસેથી રૂ 2000 ની કુલ કિંમત ના મોબાઇલ નં 2 ઝડપી પાડી તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની ચેવરોલેટ ટવેરા ગાડી મળી કુલ રૂપિયા 5 ૧૪ 160 નો મુદ્દામાલ કબજે લઇ દેવગઢબારિયા પોલીસે પકડાયેલા ચાલક સહિત બે જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ