ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડયુ

મળતી માહિતી મુજબ/ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ, ભુજ વિભાગ ભુજ, તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાકર્મચારીઓ પ્રયત્નશીલ હતા. જે અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ભુજ-માધાપર હાઇવે ઉપર નળવાળા સર્કલની બાજુમાં મહીન્દ્રા શો રૂમની પાછળના ભાગે આવેલ અંબુજાડમ્પની બાજુમાં ખુલ્લી જગ્યામાં એક ટેન્કર રજીસ્ટ્રેશન નંબર જીજે-12-એજેડ-5831 વાળુ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે, જે મળેલ હકીકત અંગે તુરત જ વર્ક આઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા બાતમી મુજબનુ ટેન્કર મળી આવેલ જેની અંદર તપાસ કરતા ટેન્કરમાં આશરે ૨૩,૯૯૭ લીટર સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ ભરેલ મળી આવેલ જેની કિ.રૂ.૧૫,૫૯,૮૦૫/- (પંદર લાખ ઓગણસાઇઠ હજાર આઠસો પાંચ) ગણી સફેદ કલરનુ જવલનશીલ પેટ્રોલીયમ પદાર્થ તથા ટેન્કર રજીસ્ટ્રેશન નંબર જીજે-12-એજેડ-5831,કિ.રૂ.૫,૦૦,૦૦૦/- વાળુ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.