ઝાલોદ મદયે ચાંદીના દાગીના બનાવવાનું કહી છેતર પિંડી આચરાઈ

ઝાલોદના સુનારે દેવગઢ બારીયાના ચાંદીના દાગીના ના વેપારી પાસેથી દાગીના બનાવવા ઊંચી ગુણવત્તા વાળી ચાંદી લઈ હલકી ગુણવત્તા વાળી ચાંદીના દાગીના બનાવી આપી બારીયાના વેપારી ખાતે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા અને આ અંગે કહેવા આવેલ બારીયા ના વેપારીને બેસુમાર તથા તેના પરિવારના સભ્યોએ ઉગ્ર બોલાચાલી કરી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસા ર દેવગઢબારિયા નગરની ચબુતરા શેરી માં સ્ટેટ બેંક ની સામે રહેતા અને સોના-ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરતાં ૩૪ વર્ષીય કેનલ શ્રેયાંશ ભાઈ ગાંધીએ ઝાલોદના આશિષકુમાર લ વિન્દ્રભાઈ પંચાલને દાગીના બનાવવા માટે 98.5 ટોચની 2890 ગ્રામ વજનની ચાંદી આપી હતી જ્યારે આશિષકુમાર રવિન્દ્રભાઈ પંચાલ તે ચાંદી પોતાની પાસે રાખી લઈ તેના કરતાં હલકી ગુણવત્તાવાળી એટલે કે 85 ટચ ની ચાંદીના દાગીના બનાવી આપી બારીયા ના વેપારી કેનલ ગાંધી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત ઠગાઈ કરી હોવાની જાણ ગ્રાહકે કરેલી ફરિયાદ બાદ થ તા વેપારી કેનલ ગાંધીએ તે ચાંદી ની ચકાસણી કરાવતા દાગીના માની ચાંદી 85 ટચની હોવાનું જણાઇ આવતાં કેનલ ભાઈ ગાંધીએ ઝાલોદના આશિષકુમાર લ વિન્દ્રભાઈ પંચાલને આ બાબતે પૂછતા ઝાલોદના આશિષકુમાર લવ ઇન્દ્ર ભાઈ પંચાલ તેનો ભાઈ મયંકભાઇ લ વિન્દ્રભાઈ પંચાલ નિધીબેન આશિષકુમાર પંચાલ હાર્દિક પંચાલ તથા લ વિન્દ્રભાઈ પંચાલના પત્નીએ દેવગઢ બારીયા ના વેપારી કેનલ ગાંધી તથા તેના ઘરના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી કરી બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી આ સંબંધે દેવગઢ બારીયા ચબુતરા શેરી સ્ટેટ બેંકની સામે રહેતા કેનલ શ્રેયાંસ ભાઈ ગાંધીએ નોંધાવેલ ફરિયાદના આધારે દેવગઢબારિયા પોલીસે ઝાલોદના પંચાલ પરિવારના ઉપરોક્ત પાંચેય જણા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ