દાહોદ તાલુકાના મોટીખરજ ગામે નજીવી બાબતે પાડોશીઓ મારમારી સુધી પહોચ્યા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ભાભોર ફળિયામાં ગત સાંજે ભાભોર કુટુંબના યુવકે કોઈ કારણસર તેના જ ફળિયામાં રહેતા 35 વર્ષીય કુટુંબી ભાઈને તું દલાલી કરે છે તેમ કહી ગાળો બોલી લાકડી વડે માથાના ભાગે તથા શરીરે ઉપરાઉપરી અટકા મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારતા તેમજ અન્ય એક ને તીર મારી પગમાં ઇજા પહોંચાડતાં દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના મોટીખરજ ગામના ભાભોર ફળિયામાં રહેતા દિનેશભાઇ મનીયા ભાઈ ડામોરે ગતરોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે એના ફળિયામાં રહેતા તેના જ કુટુંબના 35 વર્ષીય હિંમતભાઈ ભાવજી ભાભોર ના ઘર આગળ આવી બેફામ બિભત્સ ગાળો બોલી તું દલાલી કરે છે તેમ કહી તેના હાથમાં ની લાકડી વડે હિંમતભાઈ ભાભોર ને ઉપરાઉપરી ફટકા મારી માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી તથા મૃતક હિંમતભાઈ ના સગા ભાઇ ગંગુ ભાઈ ભાવજી ભાભોર ને તીર મારી ડાબા પગે ઇજા પહોંચાડી નાસી ગયો હતો આ સંબંધે મરણ જનાર હિંમતભાઈ ભાવજી ભાભોરની વિધવા પત્ની ધોળકી બેન હિંમતભાઈ ભાભોરે નોંધાવેલી ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે મોટીખરજ ગામના દિનેશભાઇ મનીયા ભાઈ ભાભોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ