સૌરભસિંઘ સાહેબે વીરાંગના સ્પેશ્યલ સ્કોડની કામગીરીને બિરદાવી

ગુજરાત પોલીસ સદાય પ્રજાની પડખે છે,સરહદી જિલ્લા કચ્છમાં પણ પ્રજાનો પોલીસ પ્રત્યે અતૂટ વિશ્વાસ છે આ વિશ્વાસને વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા ભુજ શહેરમાં ખાસ વિરાંગના સ્પેશ્યલ સ્કવોર્ડ શરૂ કરવામાં આવી છે. આ સ્કવોર્ડની કામગીરીને પોલીસ વડા સૌરભસિંઘે બિરદાવી છે. જિલ્લાના અન્ય શહેરોમાં પણ આવી સ્કવોર્ડ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 7 એપ્રિલ 2021ના રોજ ભુજ શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની વીરાંગના સ્કવોર્ડની રચના કરવામાં આવી હતી. આ સ્કવોર્ડમાં 8 મહિલા પોલીસ કર્મચારીઓને ડ્યુટી સોંપાઈ છે. તેઓ દ્વારા ભુજ સીટી તેમજ માધાપર અને મિરજાપર વિસ્તારમાં રાઉન્ડ ધી કલોક પેટ્રોલીગ કરવામાં આવે છે. આ માટે બે બુલેટ અને અન્ય બે બાઇક મળી 4 ટુ વહીલરની ફાળવણી કરાઈ છે. ખાસ તો વિરાગના સ્કવોર્ડનું મેઈન કામ મહિલાઓની સલામતિનું છે.બાગ-બગીચા,વોક વે,જાહેર સ્થળો, બજાર વિસ્તારો તેમજ જે સ્થળોએ મહિલાઓની અવરજવર વધુ છે. ત્યાં પેટ્રોલીગ કરવામાં આવે છે. ઉપરાંત સિનિયર સિટીઝન જોડે વાર્તાલાપ કરી તેઓની મુશ્કેલી જાણી મદદ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ગુનેગારોને સાચો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. તથા જરૂરિયાતમંદોને ઉપયોગી થઇ મદદ પણ કરવામાં આવી રહી છે.વીરાંગનાઓ દ્વારા પ્રજાને દરેક રીતે મદદ કરવામાં આવી રહી છે. સાથે સાથે લોકોમાં કોવિડને લઈને જાગૃતતા પણ લાવવામાં આવી રહી છે.વીરાંગનાઓના સ્વભાવ સંવેદનશીલ હોતા લોકો તેમને પોતાની મુશ્કેલીઓ જણાવતાં ખચકાતા નથી. અને વીરાંગનાઓ તેમને મદદ કરીને તેમની મુશ્કેલી દૂર કરી રહી છે. આ સ્કોડ દ્વારા ટૂંક સમયમાં જ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જેથી તેઓ ક્ચ્છ અને ગુજરાત પોલીસનું ગૌરવ વધારે છે. જેમણે આ સ્કવોર્ડની રચના કરી છે .તેવા પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ સ્કવોર્ડની કામગીરીથી ઘણા ખુશ થયા છે. જે હેતુ માટે સ્કવોર્ડની રચના થઈ હતી. તે હેતુ સાર્થક થઈ રહ્યો છે. એસપી સૌરભસિંઘે જણાવ્યું કે આ વિરાગના સ્કવોર્ડને બે મહિના થયા છે.આ ટીમ દ્વારા મહિલા સલામતી,સિનિયર સિટીઝનને મદદ તેમજ લોકજાગૃતિ અને પેટ્રોલીગની કામગીરી તો કરવામાં આવે જ છે. સાથે અન્ય ઉમદા કામગીરીઓ પણ કરી છે. જેમકે ભુજમાં માસ્ક ડ્રાઇવ દરમિયાન વાહન ચેક કરતા 25 હજારથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો હતો,વર્ષોથી હમીરસર કિનારે એકલા રહેતા વૃદ્ધ મહિલાનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.ખેંગાર બાગમાં દારૂ પીને પડયા પાથર્યા રહેતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા,હિલગાર્ડન પાસે શંકાસ્પદ વ્યકતીને અટકાવી છરી કબ્જે કરવામાં આવી. આ સહિતના કામો કરી ક્રાઈમ રેશિયો ઘટાડવામાં પણ આ ટીમ મદદરૂપ રહી છે.આ સરાહનીય કાર્ય જોઈ આગામી સમયમાં પશ્ચિમ ક્ચ્છ પોલીસ જિલ્લાના માંડવી,મુન્દ્રા અને નખત્રાણા ટાઉનમાં પણ વિરાગના સ્કવોર્ડ શરૂ કરવામાં આવશે તેવી બાંયધરી આપી હતી. રિપોર્ટ બાય : કરણ વાઘેલા