બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી અને મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરતી બોટાદ જિલ્લા પોલીસ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્રારા ૨૧મી જુનને આંતરરાષ્ટ્રિય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ તા.૨૧/૦૬/૨૦૨૧ના રોજ ભારત દેશ સહિત વિશ્વના ૧૯૦થી વધારે દેશોમાં આજરોજ આ ૭માં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશમાં યોગા ફોર વેલનેસ થીમ પર આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવાનું ભારતદેશના માનનીય પ્રધાનમંત્રી દ્રારા તેએાના ટવીટર એકાઉન્ટથી જાણકારી આપવામાં આવેલ. જે મુજબ ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ કોવીદ – ૧૯ની મહામારીમાં કોરોના વાયરસના સંક્રમણ સામે યોગ દ્રારા લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આથી બોટાદ જિલ્લા પોલીસના જવાનો યોગ દ્રારા પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારે અને તેએાના શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મદદથી શહેરના જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ૭માં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
આ ઉજવણીના આ કાર્યક્રમમાં અઘ્યક્ષ સ્થાને હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદનાએા ઉપસ્થિત રહેલ. જેએાની સાથે એ.જી.મકવાણા આઇ/સી રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ અને યોગાભ્યાસ કરાવવા માટે યોગશિક્ષક પ્રવિણભાઈ કળથીયા અને મોટીવેશન સ્પિકર વિપુલભાઈ જમોડ ઉપસ્થિત રહેલ.કાર્યક્રમની શરૂઆતમાં અઘ્યક્ષ સ્થાનેથી હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદ નાએા હાજર રહેલ જિલ્લા પોલીસના જવાનોને માહિતગાર કરી હાલના કોરોના વાયરસ કોવીદ-૧૯ના સમયમાં યોગાભ્યાસ વડે કેવી રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
કાર્યક્રમને આગળ વધારતા એ.જી.મકવાણા આઈ/સી રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ હેડ ક્વાર્ટર બોટાદ નાએા દ્રારા તા.૦૫/૦૬/૨૦૨૧ ના રોજ કોરોના કોવીદ-૧૯ ના સંક્રમણનો ભોગ બનેલ અને સારવાર બાદ સાજા થયેલ જિલ્લા પોલીસ પરીવારના કુલ- ૨૨ જવાનો માટે યોગ શિબીર અને ત્યારબાદ તા.૦૯/૦૬/૨૦૨૧ થી તા.૧૫/૦૬/૨૦૨૧ સુધી જિલ્લાના હેડ ક્વાર્ટર અને તમામ પોલીસ સ્ટેશન ખાતે યોગ શિબીરના આયોજનમાં મદદ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યોગશિક્ષક પ્રવિણભાઈ કળથીયા અને મોટીવેશન સ્પિકર વિપુલભાઈ જમોડ નાએાનો સમગ્ર બોટાદ જિલ્લા પોલીસ દ્રારા તેએાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. અને બંન્ને મહાનુભાવોનું કાર્યક્રમના અઘ્યક્ષ એવા હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદ નાએાના હસ્તે પ્રસંશાપત્રો એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ અને યોગાભ્યાસ અને મોટીવેશન વકત્વની શરૂઆત કરવામાં આવી.
બોટાદ જિલ્લા પોલીસ દ્રારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મદદથી જિલ્લા પોલીસના જવાનો પૈકી કુલ – ૨૫ જેટલા જવાનોની પસંદગી કરી તેએાને આજથી જ આગામી તા.૨૧/૦૭/૨૦૨૧ સુધી એકમાસ માટે યોગાભ્યાસની વિશેષ તાલીમ અપાવી જિલ્લા પોલીસના યોગપ્રશિક્ષક બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ આ તમામ ૨૫ યોગપ્રશિક્ષકો દ્રારા નિયમીત રૂપે જિલ્લા પોલીસના જવાનો અને તેએાના પરીવારના સભ્યોના સ્વાસ્થ્ય અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો સંચાર કરવાના હેતુથી યોગાભ્યાસ કરાવવાનું આયોજન કરવામાં આવેલ છે.આમ બોટાદ જિલ્લા પોલીસ દ્રારા ભારતદેશના માનનીય પ્રધાનમંત્રી દ્રારા જાહેર કરેલ યોગા ફોર વેલનેસ ની થીમ પર ૭માં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. રિપોર્ટ બાય : લાલજી બોટાદ