ઉપલેટામાં ખરીદ કેન્દ્ર ઉભુ કરાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી


ધોરાજીમાં ટેકાના ભાવે ચાલતા ઘઉં ખરીદ કેન્દ્ર પર આવતા ઉપલેટા તાલુકાના ખેડૂતો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અને મજબુરીવશ વધારાના ભાડાઓ પણ ચૂકવી રહ્યા છે.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચાલતા ટેકાના ભાવે ઘઉં ખરીદ કેન્દ્ર પર આવતા ઉપલેટા તાલુકાના ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે.અને સાથે-સાથે અહીં આવવા માટેના ખોટા વધારાના ભાડાઓ પણ ચૂકવવા પડી રહ્યા છે. જેથી ખેડૂતોને આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો છે. અહીં આવતા ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ધોરાજી અને ઉપલેટા બન્ને તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્ર માટે ધોરાજીથી અંદાજિત સાત કિલોમીટર દૂર આવેલ જૂનાગઢ રોડ પર આવેલ એક ગોડાઉનમાં ઘઉં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ધોરાજીના ખેડૂતો મુશ્કેલીઓ વેઠી જ રહ્યા છે. સાથે-સાથે ઉપલેટા તાલુકાના ખેડૂતોને મજબૂરીવશ 40 કિલોમીટરથી પણ વધારે અંતર કાપી અને ધોરાજી આવવું પડે છે. અને ધોરાજી આવ્યા બાદ ધોરાજીથી પણ વધુ સાત કિલોમીટર જેટલા અંતર કરી અને જૂનાગઢ રોડ પર આવેલ ખરીદ કેન્દ્ર પર વેંચવા માટે વધારાનું ભાડું ચૂકવવું પડે છે. અને અન્ય મુશ્કેલીઓ પણ વેઠવી પડી રહી છે. તેવું ખેડૂતોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું. પરિણામે ખેડૂતોને આર્થિક વધારાનો પણ બોજો સહન કરવો પડી રહ્યો છે. ધોરાજી અને ઉપલેટા તાલુકા માટે ખરીદ કેન્દ્ર માત્ર એક ધોરાજીમાં શરૂ કરાતા ઉપલેટા, ભાયાવદર તેમજ તાલુકાના 52 ગામડાઓને મુશ્કેલીઓ પડી રહી છે. અને આ મુશ્કેલીઓના કારણે હાલ ખેડૂતોમાં સરકાર પ્રત્યે પણ રોષ અને નારાજગી જોવા મળી રહી છે. કારણકે તેમને અન્ય તાલુકામાં પોતાના ઘઉં વેચવા માટે જવું પડે છે. અને વધારાનું ભાડું પણ ચૂકવવું પડે છે. જેથી ઉપલેટાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. કે ઉપલેટામાં પણ તાત્કાલિક અને વહેલી તકે ખેડૂતોની ચિંતા કરી અને સરકાર તેમજ તંત્ર દ્વારા વહેલી તકે ટેકાના ભાવે ઘઉં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે જેથી ઉપલેટા તાલુકાના ખેડૂતોને 40 કિલોમીટરનું ભારણ અને ખોટું ભાડું ઓછું થાય અને વધારાનું ભાડું પણ ન ચૂકવવું પડે અને મુશ્કેલીઓ વેઠવી પડે ખેતી પહેલા તમે નિરાકરણ લાવી ઉપલેટામાં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રિપોર્ટ:-જયેશ મારડિયા ઉપલેટા