રૂપિયા.૨૫ લાખના ખર્ચે નવનિર્મિત મેઘપર (બોરીચી) પેટા આરોગ્ય કેન્દ્ર-૪નું લોકાર્પણ કરાયુંરૂપિયા.


૨૧ જુન થી પ્રારંભ થતાં કોવીડ-૧૯ રસીકરણ મહાઅભિયાનમાં જાેડાઓ અને વૈશ્વિક મહામારી કોરોના સામે સરકારની લડતમાં સહયોગ આપો. સ્વ અને સમાજની સલામતી માટે સો ટકા વેકસિનેશન કરાવો એમ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું. અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ગામે રૂ.૨૫ લાખના ખર્ચે નવનિર્મિત મેઘપર બોરીચી પેટા આરોગ્ય કેન્દ્ર-૪ નું લોકાર્પણ રાજયમંત્રી વાસણભાઇ આહિરે કર્યુ હતું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાની લડતમાં સરકાર સાથે તમામ ક્ષેત્રનાં જનસહયોગ જેમાં સફાઈકર્મીથી લઇ ઉધોગપતિ સુધીના દરેકનો ફાળો મહત્વપૂર્ણ છે. કોરોનાને હરાવવા દરેક કર્મયોગીનું મહત્વપૂર્ણ યોગદાન છે. મુખ્યમંત્રી તબક્કાવાર ત્રીજી લહેરના સંક્રમણને ખાળવા પ્રયત્નશીલ છે. કચ્છ જિલ્લામાં પણ જી.કે.જનરલ હોસ્પિટલમાં ચાર ઓકિસજન પ્લાન્ટ સહિત અનેક સ્થળે આરોગ્ય સુવિધાઓ ઉભી કરાઇ છે. આરોગ્ય માટે મારા મતવિસ્તારને રૂ.૧.૫ કરોડની ગ્રાન્ટ ફાળવી છે તેના અમલીકરણ કરાવવા પણ કલેકટરને જણાવેલ છે. તેમણે મેઘપર બોરીચીની પ્રજાને જણાવ્યું હતું કે, ગામમાં પી.એચ.સી. સાથે આજે ૪ પેટા આરોગ્ય કેન્દ્ર છે. અને પાંચમા આરોગ્ય કેન્દ્ર માટે કામગીરી પ્રક્રિયામાં છે. ત્યારે તાલુકા કક્ષાની આરોગ્ય સવલતો મેળવતા આપ સૌએ કોરોના રસીકરણ કરાવીને સરકારને સહકાર આપવો જાેઇએ. રાજયમંત્રીએ આ તકે આ વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ બાબતે પણ જણાવ્યું હતું. રાજયમંત્રીના વરદ હસ્તે ૨૫ જેટલા કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. મેઘપર બોરીચી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.પાર્થ જાનીને પણ કોરોના વોરિયર્સ તરીકે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સર્વશ્રી પ્રાંત અધિકારી ડો.વિમલ જાેશી, તાલુકા વિકાસ અધિકારી વ્યાસ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજીવ અંજારીયા, જિલ્લા પંચાયત સદસ્ય મશરૂભાઇ રબારી, સરપંચ ભોજાભાઇ બોરીચા તેમજ તાલુકા પંચાયતના સભ્યો જીગર ગઢવી, પરમાભાઇ પટેલ, શોભનાબા જાડેજા, રાજભા, ગોવિંદ ડાભડા, માયુભાઇ તેમજ સન્માનિત તબીબો, હેલ્થવર્કરો, સફાઇ કર્મીઓ અને તાલુકા તેમજ મેઘપર બોરીચીના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.ભુજ મધ્યે રસીકરણ કેન્દ્રો ખુલ્લા મુકાયા
ભુજ શહેરમાં સમાવિષ્ટ ભુજ, માધાપર, મિરઝાપર, સુખપર તથા પાલારા ગામની જાહેર જનતાને અપીલ સહ જણાવવામાં આવે છે કે, વૈશ્વિક મહામારી નોવલ કોરોના વાયરસ – ૨૦૧૯ (કોવિડ-૧૯) સામે નિવારાત્મક પગલાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ નિષ્ઠાથી સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહેલ છે. ત્યારે રસીકરણ આ મહામારી સામે લડવાનો એક અસરકારક અને કારગર ઉપાય સાબીત થયેલ હોઇ જેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને વિના મુલ્યે રસીકરણ થઈ શકે તેવો ર્નિણય કરેલ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર – કચ્છ દ્વારા તા.૨૧/૦૬/૨ર૦૨૧થી કોવિડ – ૨૦૧૯ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે રસીકરણ નીચેના કેન્દ્રો પર કાર્યરત રહેશે. ભાગ – ૧ ઃ- (માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે) જ્યાં માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સ્લોટ બુક કરાવેલ લાભાર્થી જ રસી લઈ શકશે. (૧) અર્બન પી.એચ.સી. – ૩, ભુજ, (ર) અર્બન પી.એચ.સી. – ૧, ભુજ, (૩) પી.એચ.સી. – માધાપર, ભાગ – ર ઃ- (વોકઇન રજીસ્ટ્રેશન ઃ સ્થળ પર રજીસ્ટ્રેશન અને રસીકરણ માટે) વહેલા તે પહેલાના ધોરણે. (૧) પી.એચ.સી. – સુખપર, (ર) ખઅંર્બન પી.એચ.સી. – ર, ભુજ, ભાગ- ર (બી) ઃ- તદઉપરાંત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નજીકના સબ સેન્ટરમાં રસીકરણ કરાવી શકાશે, આશા – આંગણવાડી વર્કર, આરોગ્ય કર્મચારી, મેડીકલ ઓફીસરનો સંપર્ક કરી રસીકરણ કરાવી શકાશે. આ અંગે આયોજીત સેશનની તારીખ અને સમય આરોગ્ય કાર્યકર દ્વારા આપને જણાવવામાં આવશે. ભાગ – (૩) ઃ- (માંગણી મુજબ ખાસ ગ્રુપ રસીકરણ) આ કામે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, અર્ધસરકારી, અનુદાનીત કચેરીના અધિકારી અને કર્મચારીઓ માટે, કેન્દ્ર / રાજ્ય સરકારના બોર્ડ નિગમ – કંપનીના અધિકારી અને કર્મચારીઓ માટે, ઉદ્યોગ સમુહો, નોંધાયેલા વ્યવસાયીક સંગઠનો, જી.આઇ.ડી.સી.ના સભ્યો, સ્થાનિક કલ્યાણ સંગઠનો, બિન સરકારી સંસ્થાઓ, નાણાંકીય સંસ્થાઓ, અન્ય સમુહો જેવા કે વૃધ્ધો, દિવ્યાંગો માટેની સંસ્થાઓ, જેલ, નારી – બાળ સુધાર ગૃહો ૫૦ થી ૧૦૦ વ્યક્તિના જુથ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કચ્છ – ભુજનો રૂબરૃ સંપર્ક કરી ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાવી શકાશે. આમ, રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ થતો હોઇ તાલુકો ઃ ભુજ શહેરના તમામ નાગરિકોએ સત્વરે રસીકરણ કરાવી લેવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.ભુજ મધ્યે રસીકરણ કેન્દ્રો ખુલ્લા મુકાયા
ભુજ શહેરમાં સમાવિષ્ટ ભુજ, માધાપર, મિરઝાપર, સુખપર તથા પાલારા ગામની જાહેર જનતાને અપીલ સહ જણાવવામાં આવે છે કે, વૈશ્વિક મહામારી નોવલ કોરોના વાયરસ – ૨૦૧૯ (કોવિડ-૧૯) સામે નિવારાત્મક પગલાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ નિષ્ઠાથી સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહેલ છે. ત્યારે રસીકરણ આ મહામારી સામે લડવાનો એક અસરકારક અને કારગર ઉપાય સાબીત થયેલ હોઇ જેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને વિના મુલ્યે રસીકરણ થઈ શકે તેવો ર્નિણય કરેલ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટી તંત્ર – કચ્છ દ્વારા તા.૨૧/૦૬/૨ર૦૨૧થી કોવિડ – ૨૦૧૯ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે રસીકરણ નીચેના કેન્દ્રો પર કાર્યરત રહેશે. ભાગ – ૧ ઃ- (માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે) જ્યાં માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સ્લોટ બુક કરાવેલ લાભાર્થી જ રસી લઈ શકશે. (૧) અર્બન પી.એચ.સી. – ૩, ભુજ, (ર) અર્બન પી.એચ.સી. – ૧, ભુજ, (૩) પી.એચ.સી. – માધાપર, ભાગ – ર ઃ- (વોકઇન રજીસ્ટ્રેશન ઃ સ્થળ પર રજીસ્ટ્રેશન અને રસીકરણ માટે) વહેલા તે પહેલાના ધોરણે. (૧) પી.એચ.સી. – સુખપર, (ર) ખઅંર્બન પી.એચ.સી. – ર, ભુજ, ભાગ- ર (બી) ઃ- તદઉપરાંત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નજીકના સબ સેન્ટરમાં રસીકરણ કરાવી શકાશે, આશા – આંગણવાડી વર્કર, આરોગ્ય કર્મચારી, મેડીકલ ઓફીસરનો સંપર્ક કરી રસીકરણ કરાવી શકાશે. આ અંગે આયોજીત સેશનની તારીખ અને સમય આરોગ્ય કાર્યકર દ્વારા આપને જણાવવામાં આવશે. ભાગ – (૩) ઃ- (માંગણી મુજબ ખાસ ગ્રુપ રસીકરણ) આ કામે કેન્દ્ર તથા રાજ્ય સરકાર, અર્ધસરકારી, અનુદાનીત કચેરીના અધિકારી અને કર્મચારીઓ માટે, કેન્દ્ર / રાજ્ય સરકારના બોર્ડ નિગમ – કંપનીના અધિકારી અને કર્મચારીઓ માટે, ઉદ્યોગ સમુહો, નોંધાયેલા વ્યવસાયીક સંગઠનો, જી.આઇ.ડી.સી.ના સભ્યો, સ્થાનિક કલ્યાણ સંગઠનો, બિન સરકારી સંસ્થાઓ, નાણાંકીય સંસ્થાઓ, અન્ય સમુહો જેવા કે વૃધ્ધો, દિવ્યાંગો માટેની સંસ્થાઓ, જેલ, નારી – બાળ સુધાર ગૃહો ૫૦ થી ૧૦૦ વ્યક્તિના જુથ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કચ્છ – ભુજનો રૂબરૃ સંપર્ક કરી ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાવી શકાશે. આમ, રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ થતો હોઇ તાલુકો ઃ ભુજ શહેરના તમામ નાગરિકોએ સત્વરે રસીકરણ કરાવી લેવા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.વિશ્વ યોગ દિવસ નિમિત્તે કેરા કુંદનપર ખાતે ઉજવણી કરાઈ
આજે દેશ ભરમાં ઉજવાયો સાતમો વિશ્વ યોગ દિવસ અને યોગ કરવાથી સ્વાર્થ સારું રહે જેથી કેરા ગામ મદેય આવેલ કેરા કુંદનપુર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સ્કૂલ મદયે યોગ દિનની ઉજવણી કરાઈ હતી. જેમાં ટ્રસ્ટીઓ, શિક્સકો તેમજ ૯૪ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી યોગા જાેડાયા હતાં. જેમાં સ્કૂલ ટીચર રસીલાબેન એ યોગની માહિતી પૂરી પાડી હતી. સાથે જેમાં બ્રિજેશ ઠક્કર, વેલજીભાઈ, ધીરુભાઈ તેમજ શિક્ષણ સમિતિના સહદેવસિહ જાડેજા તેમજ તેમજ સુલતાન સાહેબ મોરણી હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય ઃ રવીલાલ હિરાણી.