બનાવટી ફોજી જવાને કેરાના એક વ્યાપારી સાથે કરી ઠગાઈ

 કેરાના  એક નાસ્તાનો વ્યવસાય કરતો વ્યાપારી તા.૨૦-૬-૨૦૨૧ સાંજે ૭:૩૦ વાગે એને  ફોન આવ્યો. સામે વડો વ્યક્તિ હિન્દી માં વાત કરતા કીધું નમસ્તે સાર કેમ છો હું ઇંડિયન આર્મી માથી સંદીપ રાવત વાત કરુ છું. અમે તમારા ગામ થી 5કીમી દૂર કેમ્પ લગાવીએ છીએ.મને ૨૦ જણા માટે નાસ્તા જોઈએ છે તમે ઓર્ડર બુક કરીલો. તો નાસ્તા વાડા એ ઓર્ડર લીધો(લગભગ ૨૦૦૦ રૂપિયા નો ઓર્ડર) ફોને કરવા વડો વ્યક્તિએ ઓર્ડર આપ્યા બાદ તમારું પેમેન્ટ હું ઓનલાઇન મૂકું છું. આવું સાંભળતાની સાથે જ એક  ખુશી સાથે વેપારીએ તેમની સાથે વીડિયો કોલ મા વાત પણ કરી અને સલામી સાથે જય હિન્દ પણ બોલ્યો. એક વિશ્વાસ સાથે વેપારીએ તેમનો બધો નાસ્તો પાર્સલ કર્યો. પછી કોલ કરી ને કહ્યું કે તમારું પાર્સલ તૈયાર છે.  સાહેબ તમે લઈ જાઓ. તેમણે કહ્યું કે 2 મિનિટમા ગાડી આવીને પાર્સલ લઈ જશે. પણ એક પ્રોબ્લેમ છે કે મશીનમાંથી પૈસા નથી ઉપડતા માટે તમે તમારા એટીએમકાર્ડ નો ફોટો મૂકો એટલે તમારા પૈસા તે અકાઉન્ટ મા મુકી દઉં. હવે વેપારીએ ખુશી સાથે તેમને એટીએમ નો ફોટો મૂક્યો. થોડીજ વારમાં જાણે કોઈકે પથ્થરનો ગા માર્યો હોય તેવું અનુભવ સાથે જ વેપારીના મોબાઇલ પર એસએમએસનો વરસાદ થયો. અને લગભગ એક મિનિટમા જ વેપારીના બેંક એકાઉન્ટ પરથી અંદાજે ૫૬૦૦ રૂપિયા ઉપાડી ગયા.હવે આવું બધું થતું જોઈ ને ખુબ દુઃખ થયું કે વેપારી પણ આજે અલગ અંદાજ માં છેતરાઈ ગયો છું. વેપારીને આ ઓર્ડર લેવામાં ૫૬૦૦ રોકડા રૂપિયા અને અંદાજે ૧૯૦૦ રૂપિયા નો નાસ્તાની નુકસાની થઈ. માટે તમામ દુકાનદારો ને એક સલાહ કે ફોન દ્વારા કોઈનો પણ ઓર્ડર લેસો નહિ. અને તમારા બેંકની કોઈપણ જાણકારી આપશો નહિ. નહીતો તમને પણ છેતરવામાં જરાય વાર નહિ લાગે. ગુજરાતની તમામ જનતા ને આવા ફ્રોડ લોકોથી સાવધાન રહેવું જરૂરી છે. જેથી આવી ભૂલ બીજા કોઈ થી ના થાય અને વ્યાપારી પહેલા થી જ ચેતી જાય. અને સરકારને નિવેદન કે સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જલ્દીથી આવા ઠગને પકડવામાં આવે અને જાહેર જનતા સામે સજા આપવામાં આવે. જેથી નાના વ્યાપારી કે જે પોતાનું અને પરિવારનુ ભરણ પોષણ કરે છે. તેમની સાથે આવી છેતરપિંડી ના થાય.