સંજેલી પોલીસની ટીમના હોમગાર્ડના જવાનો દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડાયો

તાજેતરમાં જ સંજેલી પોલીસ સ્ટેશનમા હોમગાર્ડની કોઈ જરૂર નથી તેમ કહેનારા સંજેલી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીના તાબામાં ફરજ બજાવતા હોમગાર્ડના જવાનોની ટીમએ ગત રાતે શંકાસ્પદ લાગતી દારૂનો જથ્થો કરેલ વગર નંબરની સોમો ફોરવિલ ગાડીનો પીછો કરી ભાણપુર ચોકડી પરથી પકડી પાડી ગાડીના ચાલકની લુખ્ખી દાદાગીરી છતાં હોમગાર્ડના જવાનો એ કોઈ મચક ન આપી રૂપિયા દોઢ લાખની કિંમતના વિદેશી દારૂ બિયર ભરેલ સુમો ગાડી સાથે ચાલક સહિત બે જણાને પકડી સંજેલી પોલીસ સ્ટેશને લાવી જેલના સળિયા પાછળ મોકલી આપતા હોમગાર્ડના જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી તથા સંજેલી પોલીસ ની નબળી કામગીરી સંજેલી નગરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેવા પામી હતી. સંજેલી તાલુકામાં 96 જેટલા હોમગાર્ડ જવાનો 32 જેટલા પોઇન્ટ પર ફરજ બજાવે છે. રાત્રી દરમિયાન વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈ ને જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડર સરદારસિંહ બારીયાએ હોમગાર્ડના જવાનોને રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન સતર્ક રહી યોગ્ય ધ્યાન રાખવાની સુચના આપી હતી જેથી હોમગાર્ડના જવાનો સજાગ બન્યા છે. અને ગત તારીખ 21 મી ની મધરાત બાદ હોમગાર્ડના જવાનોની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં વ્યસ્ત હતી. તે વખતે નાની સંજેલી ચોકડી પરથી વગર નંબરની એક સુમો ફોરવિલ ગાડી પેટ્રોલિંગ પરના હોમગાર્ડના જવાનોની ટીમ ને જોઈ પૂરપાટ પસાર થઈ જતા હોમગાર્ડના જવાનો એ આ અંગે ની જાણ અગાઉના પોઇન્ટને કરી ને તે સુમો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને ભાણપુર ચોકડી પર આવેલ પ્રતાપપુરા પેટ્રોલ પંપ ખાતે હોમગાર્ડના જવાનો એ રોડ પર ટાયરો ગોઠવી sumo ગાડી ને રોકી પકડી પાડી હતી અને ગાડીમાં નજર નાખતા દારૂનો જંગી જથ્થો નજરે પડતાં હોમગાર્ડના જવાનો ચોંકી ઊઠયા હતા આ વખતે ગાડીના ચાલકે પોતાના મોબાઇલ ફોનથી સંપર્ક કરી તમારા સાહેબ જોડે વાત કરો અને જવા દો તેમ કહી હોમગાર્ડના જવાનો સાથે લુખ્ખી દાદાગીરી કરવા લાગ્યો હતો પરંતુ હોમગાર્ડના જવાનો ટસના મસ થયા ન હતા. અને નંબર વગરની દારૂ ભરેલી સુમો ગાડી સાથે ચાલક સહિત બે વ્યક્તિઓને સંજેલી પોલીસ સ્ટેશન લઈ જઈ સંજેલી પોલીસ ના રાત્રિ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી સંજેલી પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી પોલીસે વગર નંબરની સદર સુમો ગાડી માંથી રોયલ સ્ટેગ મેકડોનાલ્ડ લન્ડન પ્રાઇસ વિસ્કી તથા માઉન્ટ બિયર વગેરે મળી રૂપિયા એક લાખ પચાસ હજારની કિંમતનો દારૂ-બીયર તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૭૦ હજારની કિંમતની સુમો ગાડી મળી કુલ રૂપિયા 2,20,000 નો મુદ્દામાલ કબજે લઇ બિલવાણિ ગામ ના મનસુખ સુક્રમ ભુરીયા તથા લીમડીના ગિરીશ મગન ભુરીયા ની અટક કરી સંજેલી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.