દાહોદ નગરપાલિકા દ્વારા પ્રી-મોનસૂન ની હાથ ધરાયેલી કામગીરીમાં બેદરકારી જોવા મળી

દાહોદ નગરપાલિકા દ્વારા પ્રી-મોનસૂન ની હાથ ધરાયેલી કામગીરીમાં ગટરોની સફાઈ ચોમાસાના વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા રોડ પરના ખાડાઓનું પુરણ વગેરેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ગામની ગટરોનું ગંદુ પાણી વાળી ગટર ગંગા બનાવી દીધેલ ગામની પવિત્ર ગોમતી નદીની સફાઈ ઊંડાઈ તેમજ પહોળાઈ વગેરેની કામગીરી ચોમાસું બેસી ગયું તેમ છતાં જાણે વિસરાઈ ગઈ હોય તેમ હાથ ધરવામાં આવી નથી. આ પવિત્ર નદીના કલેવર બદલવાની કામગીરીનો સ્માર્ટ સિટીની કામગીરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેવું કહેવાઈ રહ્યું છે. અને તે કામ તો થાય ત્યારે થાય પણ હાલ મચ્છરનું ઉદ્ભવસ્થાન બની ગયેલ દુધી મતિ નદીની સફાઈ ક્યારે? તે સવાલ દાહોદની જનતા નગરપાલિકાના સત્તાધીશોને પૂછી રહી છે. દાહોદની ઈતિહાસીક ધરોહર એવા છાબ તળાવ અને લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી પૂર્વાભિમુખ એવી પવિત્ર દુધી મતિ નદીની જાળવણીમાં દાહોદ નગરપાલિકાના સત્તાધીશો વામણા પૂરવાર થયા છે આ બંને ધરોહર માં ગામની ગટરોના દુર્ગંધ મારતા ગંદા પાણી ઠાલવી આ બંને ધરોહરને દુષિત બનાવી દેવામાં આવી છે દાહોદનું છાબ તળાવ સિદ્ધરાજ જયસિંહના સમયમાં છાબડી એ છાબડી એ ખોદવામાં આવ્યું હતું તે સમયે કેટલી ક્ષેત્રફળ જમીનમાં આ તળાવ પથરાયેલું હતું અને હાલ આ તળાવ કેટલી ક્ષેત્રફળ જમીનમાં પથરાયેલું રહ્યું છે તે જોવામાં આવે તો પાલિકાના સત્તાધિશોની ઈમાનદારી નો ઇતિહાસ આપોઆપ સમજાઈ જાય તેમ છે દુધી મતી નદીની પાવન કા ભૂતકાળમાં વર્ષો પહેલા જળવાયેલી રહી હતી આ નદીમાં બારેમાસ પાણી રહેતું હતું શ્રાવણ તેમજ પવિત્ર અધિકમાસમાં નગરજનો આ જ પવિત્ર નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હતા તે સમયમાં આ પાવન લોકમાતા દાહોદ વાસીઓ માટે ખૂબ જ ઉપયોગી હતી હાલ તે વાત કરવી માત્ર કલ્પના જ લાગે આ પવિત્ર નદીમા નગરની ગંદાપાણીની ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી ઐતિહાસિક ધરોહર છાબ તળાવની ની જેમ દૂધી નદીમાં પણ ઠાલવવાનું શરુ કરાયું હતું પ્રારંભે તો આ બાબતનો પ્રચંડ લોક વિરોધ થયો હતો પરંતુ સત્તાધીશો પર તેની કોઈ અસર થઈ નહોતી અને ગટરના ગંદા પાણી સતત ઠલવાતા રહેતા આ પાવન નદી ની પવિત્રતા દુષિત થઈ અને માત્ર ને માત્ર ગટર ગંગા બનીને રહી જવા પામી છે દુધી માંથી નદીની સફાઈ ઊંડાઈ અને પહોળાઈ માટે દર વર્ષે પાલિકાના બજેટમાં થી ચોક્કસ માતબર રકમ ફાળવવામાં આવતી રહી પરંતુ આટઆટલા વર્ષોમાં આટ આટલા નાણા ખર્ચાયા છતાં નદીની સફાઈ ના થઇ ઊંડાઈ ના થઇ તેમજ પહોળાઈ પણ ન થઈ અને દિવસે દિવસે નદી કચરાથી પુરાતી ગઈ અને આજે માત્ર નહેર સમી બની ને રહી જવા પામી છે આ માટે જવાબદાર માત્ર ને માત્ર પાલિકાના સત્તાધીશો જ છે તેમ કહેવું અસ્થાને નથી કારણકે નદીની સફાઈ માટે દર વર્ષે ફાળવવામાં આવતી માતબર રકમ કોણ ચાઊ કરી જતું હતું તે એક તપાસનો વિષય છે નદી ઊંડી કરી માટી બહાર કાઢવાની કામગીરી વગેરે ના કોન્ટ્રાક્ટ પણ મળતિયાઓને મળતા રહેતા હોવાથી આ તમામ કામગીરી કાગળ પર જોવા મળી અને પૈસા પૂરે પુરા ચૂકવાતા રહ્યા અને નદીની દુર્દશા પણ તેની તે જ રહી હાલ ગટર ગંગા બનેલ દૂધી મતિ નદીમાં વરસાદની સિઝન શરૂ થઇ ગઇ હોવા છતાં સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને નદીમાં લીલી વનસ્પતિ ના સામ્રાજ્યને કારણે નદી મચ્છરનું ઉદભવસ્થાન બનતા નદીની આસપાસ ના કસ્બા ઘાંચીવાડ બહારપુરા પદમ તેમજ નદીપારના વિસ્તારો વગેરે વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ ચરમસીમા વટાવી જતા તે વિસ્તારોની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે તેમજ વિસ્તારોમાં મચ્છર જન્ય રોગો ફેલાવાની આ સંસ્થાઓ કરી રહી છે આશંકાઓ રોકાઈ રહી છે ત્યારે પાલિકા દ્વારા નદીની સત્વરે સફાઈ ની કામગીરી હાથ ધરવામાં આવે તેઓ સમયનો તકાજો છે. રિપોર્ટ બાય : અનવર ખાન પઠાણ.