લીંબડીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ માં ભ્રષ્ટાચાર જોવા મળ્યો

લીંબડીમાં આવેલા લાતીપરા વિસ્તારમાં રોડ ખરાબ બનાવતા રહેવાસીઓમાં રોષ ઊભર્યા. લીંબડી શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં લીંબડી નગરપાલિકા દ્વારા રોડોના કામ કરવામાં આવી રહ્યા છે. લીંબડીમાં રાવલ સાહેબના દવાખાના સામે આવેલા લાતીપરા વિસ્તારમાં પણ થોડા સમય પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો. રોડ બનતા જ પાંચથી છ દિવસમાં જ રોડમાં ખાડા પડી જવા પામ્યા છે. અને રોડ ધોવાઇ જવા પામ્યો છે. ત્યારે આ લાતીપરા વિસ્તારના રહીશોમાં રોષ ફેલાવા પામ્યો હતો. અને લોકમાં ક્યાંકને ક્યાંક આક્રોશ પણ જોવા મળ્યો હતો. આ બાબતે આ રોડ બનતા અને આ રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જેવા આક્ષેપો સાથે રાજ્ય સભાના પ્રભારી નિલેશભાઈ ચાવડા દ્વારા લીબડી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ રોડના કામમાં બેદરકારી દાખવવામાં આવી છે. તે બાબતે લગત વિભાગ ઉપર પગલા લેવા માટે પણ રજુઆત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા.