ભાવનગરમાં મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ભાજપની સરકારમાં દિન પ્રતિદિન મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે. અને ભાજપ સરકાર મોંઘવારી ઘટાડવા સદંતર નિષ્ફળ રહી છે. વિકાસની વાતો કરતી ભાજપ સરકાર મોંઘવારી મુદ્દે મૌન છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાંધણ ગેસના ભાવ જેટલા હતા તેના કરતાં બમણા થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલમાં દિન પ્રતિદિન અસહ્ય મોંઘા થતા જાય છે. તેમ છતાં આ ભાજપ સરકાર મોંઘવારી મુદ્દે મૌન છે. કોરોનાના કપરા કાળમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે. ત્યારે મોંઘા પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં અસહ્ય વધારો થયો છે. તેના કારણે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ છે. જેથી મહિલાઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા તેના વિરોધમાં કલેકટર સાહેબને આવેદન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.