રાપર નગરપાલિકા માં 6 સફાઈ કામદારો માટે 105 ઉમેદવાર ઉમટ્યાં

રાપર નગરપાલિકા કચેરી ખાતે રાપર નગરપાલિકા મા છ સફાઈ કામદારો ની ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે રાજકોટ ખાતેની પ્રાદેશિક નિયામકની કચેરીના વર્ગ એકના ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી રાપરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પરબતભાઈ ચાવડા પ્રમુખ અમરત બેન વાવીયા માજી પ્રમુખ હઠુભા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન પિરાણાની ટીમ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં છ સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર 105 જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા. આ ભરતી પ્રક્રિયા દરમિયાન નગરપાલિકા કચેરીમાં ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ગ્રેજ્યુએટ પણ આવ્યા હતા. જાણકારોના કહેવા મુજબ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે નગરપાલિકા ના જવાબદાર હોદ્દેદારના સબંધી ચેમ્બરમા બેસી પોતાના મળતીયા અને નજીકના સગા સંબંધીને ભરતી કરવા માટે તનતોડ મહેનત કરી હતી. પરંતુ ચીફ ઓફિસર તિલક શાસ્ત્રી અને ભરતી પ્રક્રિયા કરતી ટીમ દ્વારા ઈન્ટરવ્યુ બાદ જ નિમણૂક કરવામાં આવશે. તેમ કહી આ કહેવાતા નેતા ને રોકડું કહી દીધું હતું. આજે થયેલી ભરતી પ્રક્રિયા દરમિયાન નવધણભાઈ કડ, મહેશ સુથા,ર ચંદ્રસિઃહ જાડેજા, રાજેન્દ્ર દવે સહિતના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી. રાપર નગરપાલિકામા યોજાયેલી સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હવે 105 ઉમેદવારમા થી ક્યાં છ ઉમેદવારનું નશીબ કામ કરી જાય છે. કે પછી આ કહેવાતા સેટિંગ બાજ નેતાની લાગવગ કામ કરી છે કે કેમ તે અંગે ચર્ચા ઉઠી છે.