પાટણ જિલ્લાના રાધનપુર કોલેજ કેમ્પસ ખાતે એનસીસીના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ

રાધનપુર ખાતે આવેલ ત્રિકમજી ચતવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ ખાતે આજરોજ એનસીસી વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઈને વિશાળ કોલેજ કેમ્પસ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે ની બે કોલેજોના ૭૫ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ મહેસાણા ખાતેથી આવેલા કમાન્ડરની ઉપસ્થિતિમાં બીએનએસસી સર્ટી માટે પ્રેક્ટીકલ પરીક્ષા આપી હતી. રિપોર્ટ બાય : ભરતભાઈ સથવારા પાટણ.