પારડી નેશનલ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કરમાં આગ લાગી
પારડી નેશનલ હાઇવે-૪૮ નજીક આવેલી સાયન્સ કોલેજ પાસે ડ્રાઇવરે ગેસ ભરેલું ટેન્કર પાર્ક કરી પોતે કેબિનમાં ઊંઘી ગયો હતો ત્યારે ટેન્કર માં મોડી રાત્રે કોઈ જાગૃત નાગરિકે આગ જોઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ ઊંઘી રહેલા ડ્રાઇવરને જગાડી બને જણા કેબિનમાંથી કૂદી જતાં બંને બચી ગયા હતા. રોડ વચ્ચે પડેલા ટેન્કર માં ભીષણ આગ જોઈ ગભરાઈ જતાં લોકોએ રોડ પરજ પોતાના વાહનો ઊભા રાખી દીધા હતા. જેને લઈ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ના જવાનો તરત જ પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. તથા કોઈજ મોટી હોનારત થતાં અટકી ગઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.