વંભીપુર આવેલા રાજકોટના સગા બે ભાઇઓના અકસ્માતમાં મોત
રાજકોટમાં રૈયા ચોકડી નજીક રહેતા અને પેટ્રોલ પંપમાં કામ કરતાં અક્રમ અબ્દુલભાઈ દેખૈયા ઉ.વ.૨૬ ,ઇમરાન અબ્દુલ દેખૈયા ઉ.વ.૩૫ ગઇકાલે વંભીપુર કોઈ માઠા પ્રસંગે આવ્યા હતા બાદ રાત્રે પાછા ફરતી વખતે ઇલેક્ટ્રીક પોલ સાથે બાઇક અથડાતાં ત્યાં જ બને ભાઇઓના મોત થયા હતા.
આ બનાવની જાણ સવારે ૪ વાગ્યે થઈ હતી ત્યાર બાદ ૧૦૮ દ્વારા બંને ડેથ બોડી બાબરા ખસેડીને રાજકોટ જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં બાબરા મુસ્લિમ સમાજના આગેવાનો ઈકબાલભાઇ ગોગદા સહિત ઘટના સ્થળે આવી ગયા હતા.
બને મૃતક રાજકોટ ના રૈયા ચોકડી પાસે આવેલી લક્ષ્મી છાયા સોસાયટીના બ્લોક નં ૫૬ માં રહેતા હોવાનું જણાયું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.