પિતાએ પુત્રને નશો ન કરવાનું કહી ઠપકો આપતા પુત્રએ ગળે ફાંસો ખાધો
જામનગરના રમણ પાર્કમાં રહેતા જયેશભાઇ રાજેશભાઈ રાઠોડ નામના પચીસ વર્ષના યુવાનને થોડા સમયથી નશો કરવાની આદત થઈ હતી ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો આ યુવક પોતાના પગારમાથી મોટાભાગની રકમ નશો કરવામાં વેડફી નાખતો હતો અને ઘરમાં કઈજ આપતો ન હતો.જેને લઈ તેના પિતા રાજેશભાઈ નાથાભાઇ રાઠોડે જયેશને ઠપકો આપી સુધરી જવા કહેતા જયેશને ખોટું લાગી આવતા પોતાના રૂમમાં જઇ બારણું બંદ કરીદીધું હતું. સાંજે પાંચેક વાગ્યા સુધી નહીં ખોલતા તેની માતા હંસાબેને બારણું ખખડવ્યું તે છતાં જયેશે બારણું ન ખોલતા હંસાબેનને શંકા જતાં બૂમાબૂમ કરી તેનો પરીવાર દોડી આવ્યો હતો .
ત્યાં લોકોએ બારણું ખોલાવી અંદર જોતાં જયેશ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પંખામાં લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. આથી હંસાબેને પોલીસને જાણ કરી હતી . એ. એસ. આઈ. રમણભાઈ આહિરે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી માતા હંસાબેનનું નિવેદન નોંધ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.