આડેસર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે કુલ કિ.રૂ.૭,૩ર,૩૨૦ /- નો મુદ્દામાલ પકડી પાડ્યું

પોલીસ મહા નિરીક્ષક જેઆર.મોથલીયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ એમ.એમ.જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી./જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જનરલ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. વાય.કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે હમીરપર થી પ્રાગપર જતા રોડ પર ટોયટા કંપનીની ઇનોવા ગાડી રજી.નં.ઉ/-10-171-7440 વાળામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી કુલ કિ.રૂ.૭,૩ર,૩૨૦/- નો મુદ્દામાલ પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : નિર્મલ સિંહ.