માધાપર માંથી સાધુના વેશમાં ફોર્ચુનર ગાડી લઇને નાશી ગયેલ આરોપીને કુલ રૂ.૩,૫૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ એ પકડી પાડયુ

બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ નાઓ દ્રારા ઠગાઇ/વિશ્વાસઘાતના ગુના દાખલ થતા હોય તેવા આરોપીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલસાહેબના માર્ગદર્શન હેઠળ. ગઇ તા.૨૫/૦૬/ર૦૨૧ ના રોજ મહેશગર વેલગર ગુસાઇ ઉ.વ.૪૪ ધંધો-ગાડી લે-વેચ રહે, હરીપાર્ક, ભવાની હોટલની સામે નવાવાસ માધાપર નાઓએ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. આવી જાણ કરેલ કે, પોતાની ઓટો લે-વેચની દુકાન માહી ડેરીની સામે નવાવાસ માધાપર, કચ્છ ખાતે આવેલ છે. જેઓની માલિકીની ફોર્ચુનર ગાડી જેનો આર.ટી.ઓ. જીજે-12- બીસી-6646 જે સીલ્વર કલરની ગાડી જે ગાડીના આગળના ભાગે કાળા કલરનું બમ્પર લગાવેલ છે. જેના ઉપર આવળ કૃપા લખેલ છે. તથા કાચના ઉપરના વચ્ચેના ભાગે જય માતાજી લખેલ છે. તે ગાડી પ્રદિપગીરી નામના સાધુએ ત્યા સવારના સાતેક વાગ્યે આવી પોતે રાજસ્થાન ખાતે બાડમેરથી આગળ આવેલ રમદેવપીર ના જન્મસ્થળફૂડીયાધામના ગાદીપતી હોવાનું જણાવી સાધુના કપડામાં આવેલ અને વિશ્વાસ અપાવી ટેસ્ટ ડાઇવના બહાને ઉપરોક્ત ગાડી લઇને નાશી ગયેલ હોવાનું જણાવેલ, જે અન્વયે ગાડીની અત્રેથી કચ્છ જીલ્લાના આડેસર ચેક પો.સ્ટ. તથા સુરજબારી ચેક પો.સ્ટ, પર તાત્કાલિક તપાસ કરતા આડેસર ટોલનાકા ખાતેથી ક.૧૦/૦૦ વાગે પસાઇ થઇ પાટણ બાજુ જતી હોવાનું જાણવા મળેલ હોય, આથી તાત્કાલિક નાકાબંધી કરી, વોચ કરી ગાડી મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાતના તમામ જીલ્લાઓમાં વાયરલેસ લોગ મેસેજ પાસ કરાવેલ તેમજ સ્ટેટ કંન્ટ્રોલરૂમ મારફતે રાજસ્થાન પોલીસને ગાડી અંગેવોચ રાખવા જણાવેલ હોય તેમજ ફરીયાદીની ફરીયાદ લઇ ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે.એ. પાર્ટ ગુ.ર.ન.૧૫૭૫/ર૦૨૧, આઈ.પી.સી. કલમ. ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો તા.૨૫/૦૬/૨૦૨૧ ના ક.૧૬/૧૫ વાગે દાખલ કરેલ હતો. આ કામેનો આરોપી સદરહુ ફોર્યુનર ગાડી લઇને રાજસ્થાન તરફ ગયેલ છે. જે બાબતે રાજસ્થાન પોલીસને તપાસ બાબતેનો મેસેજ મળેલ હોય બ્યાવર પોલીસે ફોર્ચૂનર ગાડી સાથે પકડી લીધેલ જેથી અત્રેના પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓને બ્યાવર (રાજસ્થાન) ખાતે મોકલી મજકુર આરોપીને ફોર્ચ્યુનર ગાડી સાથે અત્રેના પો.સ્ટે. લાવેલ અને યુકતી- પ્રયુક્તીથી પુછ-પરછ કરતા સદર ગુનાની કબુલાત કરેલ, અને મજકુર આરોપી પાસેથી આ કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરેલ છે. તેમજ મજકુર આરોપી પાસે તપાસ દરમ્યાન તેના કબ્જમાંથી આધારકાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ બનાવટી હોવાથી ઉપરોક્ત ગુનાની કલમોમાં ઈ.પી.કો.ક. ૪૬૫,૪૬૮,૪૭૧ મુજબનો ઉમેરો કરવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ તેમજ આ કામેના આરોપીનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવી જે નેગેટીવ આવતા તા-૨૭/૦૬ /૨૦૨૧ના કલાક-૧૩/૫૫ વાગ્યે અટક કરેલ છે. તેમજ આરોપીના તા.૨૯/૦૬/૨૦૨૧ ના ક.૧૨/૦૦ સુધીના રિમાન્ડ મેળવેલ છે. તેમજ આ ગુનાની તપાસ ટી.એચ.પટેલ પોલીસ સબ ઇન્સપેકટર ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે. અને અગાઉઆવી આવી ચીટીંગ કોની સાથે કરેલ છે તેની જીણવટભરી તપાસ હાલ ચાલુમાં છે.