વરલી મટકાના આંક ફરકનો જુગારનો કેશ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલનાઓએ પશ્વિમ કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારું આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજવિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કીશોરસિંહ બી. જાડેજા નાઓને બાતમી હકીકત આધારે ભુજ શહેરમા ફરઝાના હોટલ પાસેથી વરલી મટકાનો મિલન બજારનો આંકડાનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપીયા ૧૧૮૦/- ના મુદામાલ સાથે મજકુર આરોપીને પકડી પાડેલ છે.