ભુજ શહેરમાં થયેલ મો.સા ચોરીનો ભેદ ઉકેલી આરોપીની રૂ.૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મળતી માહિતી મુજબ /પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક એ.એ.પંડયા ભુજ વિભાગ ભુજનાઓ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌઘરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝનપો.સ્ટે. ના એ પાર્ટ ગુ.ર.ન-૧૪૭૬/ર૦ર૧ ઈ.પી.કો કલમ- ૩૭૯ મુજબના ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફ ની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ સી.સી.ટી.વી કેમેરા ના ઉપયોગથી પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સદર ગુના કામે ચોરીમાં ગયેલ મો.સા હાલે આદીપુર ખાતે હોઇ જેથી એક ટીમ આદીપુર ખાતે જઇ તપાસ કરતા મો.સા તથા ચોર ઇસમ મળી આવેલ હોઇ જેથી આરોપી તથા મો.સાને ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી મજકુર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.