પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ લખણા ગોજીયા ગામના શખ્સની પાસા હેઠળ અટકાયત કરાઇ

પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામના બળવંત ઉર્ફે અકલો હિંમતભાઈ બારીયાની ધાનપુર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પોલીસ બંદોબસ્ત સાથે સરકારી ગાડીમાં જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા તડીપાર ની દરખાસ્ત કરવા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર એ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ધાનપુર પી.એસ.આઇ જી.એમ.પટેલ એ ધાનપુર પોલીસ સ્ટેશનના ગેરકાયદે રીતે પ્રોહીબીશન ના હેરાફેરીના બે ગુના અને સાગટાળા પોલીસ સ્ટેશનનો એક ગુનો મળી કુલ પ્રોહિબિશનના ૩ ગુનામાં સંડોવાયેલ ઈસમ નામે બળવંત ઉર્ફે અકલો હિંમતભાઈ બારીયા રહેવા સી લખણા ગોજીયા તાલુકા ધાનપુર ના વિરુદ્ધ માં ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાછા દરખાસ્ત તૈયાર કરી ઉપરી અધિકારીઓ મારફતે જિલ્લા કલેકટર દાહોદને મોકલી આપી હતી. જે પા સા દરખાસ્ત જિલ્લા કલેક્ટર દાહોદના ઓએ મંજુર કરી જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપવાનો હુકમ કરતાં પોલીસે તે હુકમ ની ગુપ્ત તા જાળવી સદર વ્યક્તિ વિશે અંગત રીતે બાતમી મેળવી સરદાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ નું આયોજન કરી ઝડપી પાડી તેને સરકારી ગાડીમાં ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપ્યો હતો.

રીપોટ બાય : અનવર ખાન પઠાણ.