દાહોદ એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડેની સંયુક્ત ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલ કોમ્બિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડે ની સંયુક્ત ટીમે ધાનપુર તાલુકાના અગાસવાણી ત્રણ રસ્તા પર વ્યૂહાત્મક રીતે ગોઠવેલ આયોજન બધ્ધ દરમિયાન દાહોદ જિલ્લાની કાલિયાવાડ ઘરફોડ ચોરીની આંતર જિલ્લા ખૂંખાર ગેંગ ના છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી તેમજ તેના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જિલ્લા તેમજ જિલ્લા બહારના ઘરફોડ ચોરીના કુલ ૧૧ જેટલા ગુનાઓ ની કબૂલાત કર્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર પોતાના ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન ના અનુસંધાને દાહોદ એલસીબી પી.આઈ બીડી શાહ ની સુચના મુજબ ગતરોજ એલસીબી પી. એસ આઈ પી એમ મકવાણા તથા પેરોલ ફર્લો ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈએ સિસોદિયા તથા એલ.સી.બી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના ના નાસતા ફરતા આરોપીઓ પકડવા તેમજ જેલ ફરારી વચગાળાના જામીન ફરારી આરોપીઓની માહિતી એકત્રી ત કરવા સારુ તેઓના આશ્રયસ્થાનો પર કોમ્બિંગ નું આયોજન કરેલ તે દરમિયાન આ ટીમને અગાસવાણી ત્રણ રસ્તા પર જતા માહિતી મળી હતી કે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના વર્ષ 2018 ના ઘરફોડ ચોરી ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનના તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ સ્ટેશનના મળી કુલ ૪ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો કાલિયાવાડ ગામ ના દ હ માં ફળિયામાં રહેતા મહેશભાઈ હિમલા ભાઈ દહ માં તેના સાગરીતસાથે લીલા કલરની હોન્ડા લીવો કંપનીનું મોટરસાઇકલ લઇ તેના ઘરેથી નીકળી કોઈ જગ્યાએ ચોરી કરવા માટે આકાશવાણી ત્રણ રસ્તા તરફથી જનાર હોવાની બાતમી મળતા જે બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફર્લો ની સંયુક્ત ટીમે અગાસવાણી ત્રણ રસ્તા પર વ્યૂહાત્મક રીતે આયોજન બધ્ધ વોચ ગોઠવી મોટરસાયકલ સાથે બે ઈસમોને પકડી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ મહેશભાઈ હીમલા ભાઈ દહ માં તથા મુકેશભાઈ બળવંતભાઈ દ હમા રહેવાસી કાલિયાવાડ ના હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ મા તેઓએ રણધીકપુર પોલીસ સ્ટેશનના વર્ષ 2019 ના ૨ અને વર્ષ 2021 નો એક મળી ઘરફોડ ચોરીના ત્રણ ગુના વર્ષ 2019 ના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ચાર ગુના અમદાવાદ ગ્રામ્ય ઘરફોડ ચોરીના વર્ષ ૨૦૨૧ ના બે ગુના તેમજ વડોદરા ગ્રામ્ય તથા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૧ ના ઘરફોડ ચોરીના એક એક ગુના મળી કુલ ૧૧ જેટલા ઘરફોડ ચોરીના ગુના ની કબુલાત કરતા દાહોદ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ની સંયુક્ત ટીમને ૧૧ જેટલા ઘરફોડ ચોરીના અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા સાંપડી છે કાલિયાવાડ ફોર ચોરીની આ ખૂંખાર ગેંગ ના સભ્યો દિવસ દરમિયાન મજુરી કામના બહાને સ્થળ તથા જગ્યાની રેકી કરી રાત્રિના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળી લાકડી જેવા મારક હથિયારોથી સજ્જ થઈ રેકી કરેલ બંધ મકાન તેમજ દુકાનોને ટાર્ગેટ બનાવી લોક તોડી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવાની એમો ધરાવે છે