ખુનના ગુન્હા કામેના આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી કોઠારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જ.આર.મોથલિયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાજ પોલીસ અધિક્ષક મયુર પાટીલનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવ નખત્રાણા વિભાગ નખત્રાણા તથા સર્કલ પો.ઇન્સ. વાય.એન.લેઉવા સર્કલ નલીયા નાઓએ કોઠારા પો.સ્ટે. પાર્ટ/એ/ગુ.ર.ન.૩૨૫/ર૧ ઇ.પી.કો ક-૩૦૨,૨૦૧,૧૨૦(બી),૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ક-૧૩૫ મુજબના ગુન્હા કામેના આરોપીઓને સત્વરે ગુન્હા કામે પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.સબ ઇન્સ. જી.પી.જાડેજા કોઠારા પો.સ્ટે. નાઓ કોઠારા પોલીસ સ્ટાફ સાથે ઉપરોક્ત ગુન્હા કામેના આરોપીઓની તપાસમા હતા. તે દરમ્યાન આ કામેના આરોપીઓ પોતાની મો.સા. ઉપર સિંધોડી ગામ તરફથી વાંકુ ત્રણ રસ્તા થઇ કોઠારા ગામ તરફ જવા અંગેની બાતમી આધારે આરોપીઓની વોચમા રહી બાતમી મુજબ ઉપરોક્ત ગુન્હા કામેના આરોપીઓ મળી આવતા ત્રણ આરોપીઓને ગુન્હા કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી-
(૧) દિગ્વીજયસિંહ ભગુભા જાડજા ઉ.વ.૨૦ રહ- ખીરસરા કોઠારા તા-અબડાસ
(૨) દિવાનસિંહ ઇન્દ્રસિંહ રાયશીખ ઉ.વ.૪૩ રહ- સિંધોડી વાડી વિસ્તાર તા-અબડાસા
(૩) અનીલકૃમાર રામસ્વરૂપ રાજપુત ઉ.વ.રપ રહ- સિંધોડી વાડી વિસ્તાર તા-અબડાસા
આમ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રીજી.પી.જાડેજા તથા એ.એસ.આઇ.
ઉમેશભાઇ બારોટ તથા પો.હેડ કોન્સ. કુલદિપસિંહ રાણા તથા પો.હેડ કોન્સ. પ્રવિણર્સિહ ટી જાડેજા
પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો. કોન્સ. અલ્કેશભાઇ કરમટા તથા પો.કોન્સ.હરીભાઇ ગઢવી
તથા પો.કોન્સ. બાબુભાઇ પરમાર નાઓ જોડાયેલા હતા.