ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનીટમા હવેથી નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરાતા ઉપલેટા પંથકના બાળકોને સારવાર લેવા નહી જવું પડે દૂર

5df78d9b-2a27-4930-ae61-55c3244dcd66

 ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનીટમા હવેથી નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરાતા ઉપલેટા પંથકના બાળકોને સારવાર લેવા નહી જવું પડે દૂર
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ સરકારી હોસ્પિટલમાં હાલ ડાયાલિસિસ યુનિટમાં હાલ નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે જેથી હવે બાળકોની સારવાર માટે દૂર દૂર સુધી સુવિધાનો અને સારવારનો લાભ લેતા બાળકોને હવે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પણ મળશે ડાયાલિસિસની સારવાર. જે રીતે અત્યાર સુધી ઉપલેટા પંથકમાં બાળકોને ડાયાલિસિસ માટે રાજકોટ, જામનગર, પોરબંદર, અમદાવાદ ડાયાલિસિસ કરાવવા માટે જવું પડતું તેમાંથી હવે રાહત મળી છે હવે ઉપલેટામાં જ તેની સારવાર અને લાભ ઉપલબ્ધ થયેલ છે ત્યારે ઉપલેટાના ડાયાલિસિસ યુનિટમાં પ્રથમ દસ વર્ષના બાળકથી આ શરૂવાત થઈ છે જેથી ડાયાલિસિસ અર્થે આવતા બાળકો અને તેમના વાલીઓ માટે પણ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે.

રિપોર્ટ બાય :-જયેશ મારડિયા ઉપલેટા.