નખત્રાણામાં સામાન્ય વરસાદ પડ્યો અને ગંગા બજાર તળાવમાં ફેરવાઈ

પુર જેવડું પાણી આવી જતા વેપારીઓમાં આશ્ચર્ય જોવા મળ્યું કે વગર વરસાદે આવડું પાણી આવ્યું ક્યાંથી..? હવે તો બજારમાં અવરોધ રૂપ સરદાર પટેલનું પૂતળું પણ હટાવાયું છે. છતાં કેમ ..? અહીંના ટેમ્પા સ્ટેન્ડ પાસેનો વોકડો બંને કાંઠે આવી જતા રસ્તો બંધ થવા પામ્યો હતો. હાઇવે પર વાહનો ઉભા રાખવા પડ્યા હતા. હજુ તો દસ મિનિટ છાંટા પડ્યા અને નખત્રાણાની આવી હાલત થઇ તો 10 ઈંચ વરસાદ પડે તો નખત્રાણાની શું હાલત થાય/સ્થાનિક લોકો એ કહ્યું કે ઉપર વરસાદી વહેણ ઉપર બાંધકામો તેમજ વહેણ ઉપર અવરોધ તેમજ વહેણને ડાયવર્ટ કરી નાખવામાં આવ્યા હોવાથી પાણીનો ધોધ વધયો છે જેના કારણે મુખ્ય બજાર તેમજ ટેમ્પા સ્ટેન્ડ વાળા વોકડામાં પુર જેવડું પાણી આવે છે. જવાબદાર તંત્રની પ્રિમોન્સુન કામગીરીમાં વહેણ પરના દબાણો ઉપર ધ્યાન નથી અપાયું.? જરૂર આ સમસ્યા પાછળ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની અધુરાસો છતી થાય છે. અહીંના વથાણમાં પણ આજ સમસયા સર્જાય તો નવાઈ નહીં કારણ કે વથાનમાં પણ રોડ પરનો પુલિયો સાંકડો હોવા થી પાણી રોડ ઉપર થી પસાર થાય છે પણ તંત્રને સમસ્યા કેમ ઉકેલવી એનો રસ્તો મળતો નથી?
રિપોર્ટ બાય : જે આર ગોસ્વામી.