ભુજ નીમ્રલવ્યુ ઓપાર્ટમન્ટ પાર્કિંગમાથી થયેલ મો.સા.ચોરીના ગુનહામા બાઈક ચોરને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલિસ

મ્હે-પોલીસ મહાનિરીક્ષક જે.આર.-મોથલીયા સાહેબ,બોર્ડર રેન્જ,ભુજ તથા સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલથયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૬૪૮/ર૧ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબનો ગુન્હો તા,૦૭/૦૭/ર૦ર૧ ના ક.૧૩:૪૫ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામેના ફરીયાદીના ઘરે પાર્કીંગમાં પાર્ક કરેલ હિરો સ્પલેન્ડર પ્રો કાળા કલરની જેના રજી.નંજજી.જે.૧૨ર.બીએન.૪૧૪૬ વાળી તા.૦૬/૦૭/૨૦૨૧ ના ક.૦૯:૦૦ થી તા.૦૭/૦૭/૨ર૦ર૧ ના ક.૦૮:૩૦ વાગ્યા સુધીમાં કોઇ ચોર ઇસમ ચોરી ગયેલ હોઇજે ગુન્હાકામે હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આવેલ નેત્રમ કંમાડ કંટ્રોલ સેન્ટરના સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એએએસ.આઇ પંકજકુમાર આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલકે ચોરીના બનેલ બનાવના દિવસે સલીમ ભચુ સાટી રહે.દેવપર(ગઢ) તા.માંડવી વાળો રીઢો બાઇકચોર લાલટેકરી ભુજ વિસ્તારની આજુબાજુ ફરતો જોવામા આવેલ તેવી બાતમી હકિકત મળતા મજકુર સલીમ ભચુ સાટી રહે.દેવપર(ગઢ) તા.માંડવી વાળાને તેના રહેણાક દેવપર(ગઢ) તા.માંડવીથી રાઉન્ડપ કરીને પો.સ્ટે.લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મો.સા.નીચોરી કર્યાની કબુલાત આપતો હોઇ અને મજકુરે ચોરેલ મો.સા. જી.જે.૧ર.બીએન.૪૧૪૬વાળુ જે સ્ટેશનરોડ મુકેશ ચંદેની હોસ્પિટલના સામેના ભાગે પાર્ક કરેલ હોઇ જેથી ચોરીમાં ગયેલ મો.સા.રીકવર કરવામા આવેલ અને મજકુર ઇસમને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ સારૂ મોકલાવી આપવાની તજવીજ ચાલુમા છે અને આગળની તપાસ પો.ઇન્સ આર.ડી.ગોજીયાનાઓ ચલાવી રહેલ છે.